નવી દિલ્હી: પ્રતિભાશાળી ઓપનર શેફાલી વર્માને (Shefali Verma selected as team captain) સોમવારે દક્ષિણ આફ્રિકામાં 14 થી 29 જાન્યુઆરી દરમિયાન યોજાનાર ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ (Under-19 Women's T20 World Cup) માટે 15 સભ્યોની ભારતીય ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. પ્રથમ અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ ઉપરાંત, અખિલ ભારતીય મહિલા પસંદગી સમિતિએ 17 ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકાની અંડર-19 ટીમ સામે આગામી દ્વિપક્ષીય શ્રેણી માટે પણ ટીમની પસંદગી કરી હતી.
દક્ષિણ આફ્રિકા સામે ટીમનું નેતૃત્વ કરશે: 2019માં વરિષ્ઠ ટીમ માટે ડેબ્યૂ કર્યા બાદ, 18 વર્ષની શેફાલી, જેણે બે ટેસ્ટ, 21 ODI અને 46 T20 ઈન્ટરનેશનલ રમી છે, તે દક્ષિણ આફ્રિકા અંડર-19 સામેની 5 મેચની T20I શ્રેણીમાં પણ ટીમનું નેતૃત્વ કરશે. ટીમ તમામ 5 T20 મેચ 27, 29 અને 31 ડિસેમ્બર અને 2 અને 4 જાન્યુઆરીએ પ્રિટોરિયાના તુક્સ ઓવલ ખાતે રમાશે. અંડર-19 મહિલા વર્લ્ડ કપમાં 16 ટીમો ભાગ લેશે. ભારતને દક્ષિણ આફ્રિકા, યુએઈ અને સ્કોટલેન્ડની સાથે ગ્રુપ Dમાં રાખવામાં આવ્યું છે. દરેક જૂથમાંથી ટોચની 3 ટીમો સુપર સિક્સ રાઉન્ડમાં આગળ વધશે, જ્યાં ટીમોને 6 ટીમોના 2 જૂથોમાં વહેંચવામાં આવશે.