નવી દિલ્હીઃ આજે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ મહિલા આરક્ષણ વિધેયકને મંજૂરી આપી દીધી છે. હવે આ વિધેયકે કાયદાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. ભારત સરકારે રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ મહિલા આરક્ષણ વિધેયક વિષયક ગેજેટ અધિસૂચના જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે લોકસભા અને રાજ્યસભામાં મહિલાઓને 33 ટકા આરક્ષણ આપવા માટે કેન્દ્ર સરકારે નારી શક્તિ વંદન અધિનિયમ નામક વિધેયક રજૂ કર્યુ હતું.
Women's Reservation Bill: મહિલા આરક્ષણ વિધેયકને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ આપી મંજૂરી, સરકારે જાહેર કરી ગેજેટ અધિસૂચના
મહિલા આરક્ષણ વિધેયકને રાષ્ટ્રપતિ મુર્મૂએ મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ વિધેયક હવે કાયદો બની ગયો છે. ભારત સરકારે રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ મહિલા આરક્ષણ વિધેયક વિષયક ગેજેટ અધિસૂચના જાહેર કરી છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ
By PTI
Published : Sep 29, 2023, 6:55 PM IST
રાજકારણ ગરમાયું હતુંઃ આ વિધેયક લોકસભા અને રાજ્યસભા એમ બંને ગૃહમાં સર્વસહમતિથી પાસ થયું હતું. આ બાદ પણ વિધેયક મુદ્દે રાજકારણ ગરમાયું હતું. ભાજપ આ વિધેયકનો શ્રેય લેવા માંગે છે તો કૉંગ્રેસ આ વિધેયક વર્ષો અગાઉ પોતાની પાર્ટી લાવી હોય તેમ કહી રહી છે. તાજેતરમાં જ કૉંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર આકરા વાકપ્રહાર કર્યા હતા. તેમણે મહિલા આરક્ષણ વિધેયકને વડાપ્રધાન મોદી દ્વારા અપાયેલ એક જુમલો ગણાવ્યો હતો.
રાજીવ ગાંધી લાવ્યા હતા વિધેયકઃ કૉંગ્રેસ મહિલા આરક્ષણ વિધેયક નવું ન હોવાનો દાવો કર્યો હતો. પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીએ પંચાયત રાજમાં મહિલાઓને આરક્ષણ આપ્યું હતું. અત્યારે જે મહિલા આરક્ષણ વિધેયક પાસ થયું છે તેનો અમલ 2034માં કરવામાં આવશે. ભાજપ ચૂંટણી પહેલા મહિલા આરક્ષણ વિધેયક મુદ્દે જનતાને ભ્રમિત કરી રહ્યું છે. જ્યારે ભાજપ મહિલા આરક્ષણ વિધેયકને મોદી સરકારની એક ઐતિહાસિક સિદ્ધિ ગણાવી રહ્યા છે. ભાજપ મહિલા પ્રત્યેની વડાપ્રધાનની મહિલા સશક્તિકરણની પહેલને આગળ કરીને નરેન્દ્ર મોદીનો પ્રચાર કરી રહ્યા છે. આ વિધેયક અનેક બંધારણીય સુધારા સાથે ભૂતકાળમાં અનેકવાર રજૂ થયું હતું.