નવી દિલ્હીઃ બુધવારે કૉંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભાના વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેએ મહિલા આરક્ષણ વિધેયકની ચર્ચામાં હકારાત્મક પ્રતિભાવ આપીશું તેવું જણાવ્યું છે. જો કે તેમણે સરકારના ઈરાદા પર સવાલ ઊભા કર્યા છે. આ વિધેયક સંદર્ભે સરકારના ઈરાદા પર કૉંગ્રેસ પ્રશ્ન પુછશે. મલ્લિકાર્જુન ખડગેએ લોકસભા ચૂંટણી નજીક હોવાથી ભાજપ સરકાર આ વિધેયકનો પ્રચાર કરી રહી છે. આ વિધેયકની ખામી અને ઉણપો દૂર કરી સત્વરે તેનું અમલીકરણ થવું આવશ્યક છે.
મલ્લિકાર્જુન ઉવાચઃ 2010માં કૉંગ્રેસ સરકારે રાજ્યસભામાં આ વિધેયકને પસાર કર્યુ હતું. જો કે લોકસભામાં તેને પસાર કરવામાં અમે વિફળ રહ્યા હતા. અમારા માટે આ કોઈ નવું વિધેયક નથી. જો આ વિધેયકને અગાઉ પસાર કરવામાં આવ્યું હોત તો અત્યારસુધી તેનું અમલીકરણ પણ શરુ થઈ ગયું હોત. મને લાગે છે કે લોકસભાની ચૂંટણીના પ્રચાર તરીકે ભાજપ આ વિધેયકનો ઉપયોગ કરી રહી છે.
પ્રમોદ તિવારીની પ્રતિક્રિયાઃ કૉંગ્રેસ સાંસદ પ્રમોદ તિવારીએ કેન્દ્ર સરકારને લોકસભામાં 2010માં પસાર થયેલા વિધેયક અનુસાર મહિલા આરક્ષણનો અમલ કરવાનો પડકાર ફેંક્યો હતો. તિવારીએ ભાજપને ચેલેન્જ કરી કે ભાજપની નીતિ અને નિયત પ્રમાણિક હશે તો તે ગેરંટી આપે કે 2024ની ચૂંટણીમાં મહિલાઓને આરક્ષણ મળશે. અમે ભાજપને પૂરતો સહયોગ આપીશું. શું પછાત અને અનુસૂચિત મહિલાઓ મહિલાઓ નથી. 2010માં પસાર થયેલા વિધેયક અનુસાર ભાજપે મહિલાઓને આરક્ષણ આપવું રહ્યું.
જયરામ રમેશે એક્સ હેન્ડલ પર પોસ્ટ કરીઃ કૉંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે વડાપ્રધાન મોદીની મહિલા સશક્તિકરણને પ્રાથમિકતા આપવાનો કોઈ ઈરાદો જણાતો નથી. જો તેઓ ધારત તો મહિલા આરક્ષણ વિધેયકને સ્તવરે લાગુ કરત. તેમણે મહિલા આરક્ષણમાં ભાજપ કેમ કિન્તુ પરંતુ કરી રહી છે તેવો પ્રશ્ન ઉઠાવીને આ વિધેયકને એક ચૂંટણી પ્રચાર(જુમલો) ગણાવ્યો હતો.
- Womens Reservation Bill : નારી શક્તિ વંદન અધિનિયમ 2023 બિલ રાજીવ ગાંધીનું સ્વપ્ન, સોનિયા ગાંધીએ સરકારને કેવી ઝાટકી જૂઓ
- Women Reservation Bill : જાણો ક્યારે લાગુ થશે મહિલા અનામત