ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Women's Equality Day 2021 : નારી આજની તારીખમાં પણ પોતાના હક્ક માટે સંઘર્ષ કરી રહી છે - India

આઝાદીને 75 વર્ષ થઈ ગયા છતા પણ આપણા દેશના કેટલાક વિસ્તારમાં મહિલાઓ પોતાના હક્ક માટે લડી રહી છે. આપણા દેશમાં ક્યાંકને ક્યાંક પુરૂષ અને મહિલાઓ વચ્ચે અસમાનતા જોવા મળે છે. આજે 26 ઓગસ્ટ મહિલા સમનાતા દિવસની ઉજવળી કરવામાં આવી રહી છે.

nari
Women's Equality Day 2021 : નારી આજની તારીખમાં પણ પોતાના હક્ક માટે સંઘર્ષ કરી રહી છે

By

Published : Aug 26, 2021, 9:30 AM IST

ન્યુઝ ડેસ્ક: ભારત જ નહી દુનિયામાં એવી કેટલીય મહાસત્તાઓ પણ પુરુષ પ્રધાન રહી છે. અમેરિકામાં પણ મહિલાઓને મત કરવાનો અધિકાર 1920માં મળ્યો હતો જેના માટે ત્યાની આંદોલનકારી મહિલાઓએ લાંબી લડાઈ કરી હતી. ભારતમાં આઝાદીની બાદ જ મહિલાઓને મતદાનનો અધિકાર આપવામાં આવ્યો હતો પણ આઝાદીના 75 વર્ષ બાદ પણ મહિલાઓ સાથે ભેદભાવ થતા રહે છે. તે માટે મહિલાઓની બરાબરી માટે અને તેમના હકની વાત કરવા માટે મહિલા સમાનતા દિવસ મનાવવામાં આવે છે.

ભારતમાં ભલે મતદાન અધિકાર આઝાદીની સાથે મળી ગયો હોય પણ પંચાયત અને પાલિકાની ચૂંટણી લડવા માટે મહિલાઓને રાહ જોવી પડી હતી. પૂર્વ મુખ્યપ્રધાન રાજીવ ગાંધીના નેતૃત્વમાં ચૂંટણી લડવાનો આ અધિકાર 73 સંવિધાન સંશોધન દરમિયાન મળ્યો હતો. આ જ રીતે મહિલાઓ માટે કાયદાઓ મજબૂત બનતા રહ્યા અને મહિલાઓ ચાર દિવાલોમાંથી બહાર નિકળીને બતાવ્યું કે જો તેમને તક આપવામાં આવે તો તે રાષ્ટ્ર નિર્માણમાં પણ ભાગીદારી આપી શકે છે.

આ પણ વાંચો :રાજકોટમાં ITના મોટા દરોડા, અબજો રૂપિયાની માલ-મિલકત ઝડપાઈ

કાયદાના પુસ્તકોમાં ભલે મહિલાઓને સમાન અધિકાર આપવામાં આવ્યા હોય પણ જમીન પણ હાલત જૂદી છે. દેશના કેટલાક વિસ્તારોમાં આજે પણ મહિલા શિક્ષાથી વંચિત છે. ભૂર્ણ હત્યાના કેસતો ભણેલા-ગણેલા સમાજમાં પણ જોવા મળે છે. મહિલાઓ સાથે થતા ગુન્હા એ હદે વધારે છે કે સરકારને નારો આપવો પડ્યો " બેટી બચાઓ બેટી પઠાઓ "

આ પણ વાંચો :રાજ્યના મુખ્યસચિવ અનિલ મુકિમની જગ્યાએ આવી શકે છે નવા સચિવ, જાણો કોણ છે રેસમાં...

મહિલા સમાનતા દિવસનુ કનેક્શન અમેરિકા સાથે છે. આ જ દિવસે અમેરિકામાં મહિલાઓને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. સંવિધાનના 19મા સંશોધનમાં મહિલાઓને આ હક્ક મળ્યો હતો. આ પહેલા અમેરિકામાં મહિલાઓને દ્વિતીય શ્રેણી નાગરીકનો દરજ્જો આપવામાં આવ્યો હતો. 50 વર્ષ સુધી આ લડાઈ ચાલી અને મહિલાઓએ સરકાર સામે આંદોલન કર્યું હતું. છેવટે 26 ઓગસ્ટ 1920ના દિવસે તેમને મતાધિકાર આપવામાં આવ્યો હતો. આ સંઘર્ષમાં સામેલ વકિલ બેલ્લા અબ્ઝુગના સન્માનમાં 26 ઓગ્સ્ટ 1972માં તત્કાલીન રાષ્ટ્રપતિએ મહિલા સમાનતા દિવસની જાહેરાત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details