બેંગલુરુ : આઉટર બેંગ્લોરના સરજાપુર પોલીસ સ્ટેશનમાં લોનની વસૂલાત અંગે ગેરવર્તનનો મામલો સામે આવ્યો છે. લોન વસૂલી કરનારાઓ બે બહેનોને માર માર્યો હતો. આરોપ છે કે, પોલીસે બે દિવસ સુધી તેમની ફરિયાદ નોંધી ન હતી. આ મામલે હોબાળો થતાં જ પોલીસે કેસ નોંધ્યો હતો.
મહિલાઓ પર અત્યાચાર : લોન ન ચૂકવતા આવી રીતે કરવામાં આવી વસૂલી - K'taka police lodge complaint after 2 days (Ld)
સમય પ્રમાણે લોનની ચૂકવણી ન કરવાને કારણે લોન વસૂલી કરનારાઓએ બે મહિલાઓને ઢોર માર મારવામાં આવ્યો હતો. મહિલાઓ દ્વારા તેમના પર ગંભીર આરોપો પણ મૂકવામાં આવ્યા છે. પીડિતાઓ દ્વારા જણાવવામાં આવ્યું કે, તેઓએ 30 ટકાના દરે રકમ લિધેલ હતી.
મહિલાઓ પર ઝૂલમ - બુધવારે પોલીસે આરોપી રામકૃષ્ણ રેડ્ડી અને સુનીલ કુમારની ધરપકડ કરી હતી. ઈન્દ્રમા નામની મહિલાને પણ આરોપી બનાવવામાં આવી છે. તેની ધરપકડ કરવામાં આવી નથી. આ ઘટના ડોડ્ડાબોમંદ્રાના આનેકલ તાલુકાની છે. ફરિયાદ મુજબ, પીડિતાએ 30 ટકાના વ્યાજ દરે 1 લાખ રૂપિયાની લોન લીધી હતી. તેણે પોતાના બાળકના શિક્ષણ માટે લોન લીધી હતી. આ લોન રામકૃષ્ણ રેડ્ડી પાસેથી લેવામાં આવી હતી. રેડ્ડી નજીકના નેરીગા ગામનો હોવાનું કહેવાય છે.
30 ટકાના દરે રકમ લિધી - આરોપ મુજબ રેડ્ડી એક જ વારમાં આખી રકમ વસૂલ કરવા માગતો હતો. પરંતુ ગ્રામજનોએ ખાતરી આપી કે તેણી તેની જમીન વેચીને લોન ચૂકવશે. આમ છતાં રેડ્ડી પીડિતાના ઘરે રિકવરી માટે ઘુસ્યા હતા. મહિલાઓ પર હુમલો કર્યો હતો. તેમના કપડાઓ પણ ઉતારી દેવામાં આવ્યા હતા. ઈન્સ્પેક્ટર રાઘવેન્દ્ર ઈન્બ્રાપુર પર કેસ ન નોંધવાનો પણ આરોપ લગાવાયો છે. પીડિતાનો આરોપ છે કે પોલીસે આ કેસમાં ફરિયાદને બદલે સમાધાનનું સૂચન કર્યું હતું. આ દરમિયાન તેની મારપીટનો વીડિયો વાયરલ થયો હતો.