ઈમ્ફાલ: મણિપુર વીડિયો કેસને લઈને ઉખરુલમાં મહિલાઓનો વિરોધ. મોટી સંખ્યામાં એકત્ર થયેલી મહિલાઓએ પોલીસ પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને આરોપીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મણિપુરના ઉખરુલ જિલ્લામાં શુક્રવારે સેંકડો તંગખુલ મહિલાઓએ વાયરલ વીડિયોમાં બે કુકી મહિલાઓને નગ્ન કરીને માર મારતા ટોળાના ભયાનક કૃત્યની નિંદા કરવા માટે મૌન વિરોધ પ્રદર્શન કર્યું હતું.
મહિલાઓનો વિરોધ:વિરોધ કરવા આવેલી મહિલાઓએ હાથમાં બેનરો પકડી રાખ્યા હતા. આ દરમિયાન મહિલાઓએ સરકાર અને પોલીસ પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શનમાં મહિલાઓએ આવા ડ્રેસ પહેરેલા જોવા મળ્યા હતા જે પરંપરાગત રીતે દુ:ખના સમયે પહેરવામાં આવે છે. નાગા વિમેન્સ યુનિયન (NWU) ના નેજા હેઠળ તંગખુલ શાનાઓ લોંગ (TSL) દ્વારા શાંતિપૂર્ણ વિરોધનું આયોજન કરવામાં આવ્યું હતું.
આરોપીની ધરપકડની માંગ:મણિપુરના નાગા વસ્તીવાળા વિસ્તારોમાં પણ આવા જ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે 4 મેના રોજ શૂટ થયેલો એક વીડિયો બુધવારે સામે આવ્યો હતો, જેમાં મણિપુરમાં જાતિય હિંસા વચ્ચે બે મહિલાઓને નગ્ન કરીને પરેડ કરવામાં આવી રહી છે અને ભીડમાં સામેલ યુવકો તેમની છેડતી કરતા જોવા મળી રહ્યા છે. જોકે, ગુરુવારે કથિત મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાની દેશભરમાં વ્યાપક નિંદા કરવામાં આવી હતી.
શું બની ઘટના?:તમને જણાવી દઈએ કે શુક્રવારે આ મામલામાં અત્યાચાર કરનાર મુખ્ય આરોપીઓમાંથી એકના ઘરને ટોળાએ આગ લગાવી દીધી હતી. ગુસ્સે ભરાયેલા ટોળાએ અચાનક આવીને તેમના ઘરને આગ ચાંપી દીધી હતી. ભીડમાં મહિલાઓ પણ સામેલ હતી. તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો ઘરમાં આગ લગાવતા જોઈ શકાય છે. મળતી માહિતી મુજબ, પોલીસે બે મહિલાઓને નગ્ન કરીને ફરવાના કેસમાં મુખ્ય આરોપી ખુયરુમ હેરદાસની થૌબલ જિલ્લામાંથી ધરપકડ કરી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
- Manipur Video: FIR માં મોટો ખુલાસો, સશસ્ત્ર પુરુષોનું એક જૂથ પોલીસ પ્રોટેક્શન હોવા છતાં ઘરોને આગ ચાંપી અને લૂંટફાટ કરી, મહિલાઓનો કર્યો ગેંગરેપ
- Manipur Incident: હિમંતા બિસ્વાની અપીલ, મણિપુરની ઘટનાને રાજકીય સ્પર્શ ન આપો