નવી દિલ્હીઃ ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ગુરુવારે કહ્યું કે લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓના આરક્ષણને સુનિશ્ચિત કરતાં આ વિધેયકના પસાર થઈ જવાથી 2029માં 33 ટકા મહિલા સાંસદોની હાજરી હશે. 128મા બંધારણીય સુધારા સાથે રજૂ થયેલા આ વિધેયક સંદર્ભે કેન્દ્ર સરકારે જે રસ્તો પસંદ કર્યો છે તે સૌથી ટૂંકો અને યોગ્ય રસ્તો છે.
બંધારણીય વ્યવસ્થા અનુસાર સરકાર કામ કરે છેઃ દરેક વિરોધપક્ષો આ વિધેયકને સહમતિ આપે અને તેને મંજૂર થવામાં મદદરૂપ બને. નડ્ડાએ જણાવ્યું કે કેટલીક બંધારણીય વ્યવસ્થા હોય છે, સરકાર આ બંધારણીય વ્યવસ્થા અનુસાર કાર્ય કરવા બંધાયેલી છે. આ માટે જનગણના અને જનસુનાવણી બે બાબતો આવશ્યક છે. નડ્ડાએ કહ્યું કે, બેઠક ફાળવણીની સંખ્યા નિશ્ચિત કરવામાં આવે અને બેઠકની સંખ્યામાં વૃદ્ધિ કરવામાં આવે તે જરૂરી છે. સરકાર મહિલાઓ માટેની બેઠક વધે તેવો નિર્ણય કરી શકે છે પરંતુ કઈ બેઠક પર મહિલાઓને આરક્ષણ મળે તે સરકાર નિર્ણય ન લઈ શકે. આ નિર્ણય જ્યુડિશિયરી કરી શકે છે.
વિધેયક સૌથી ટૂંકો અને યોગ્ય ઉપાયઃ તેમણે આ ઉપાયને સૌથી ટૂંકો અને યોગ્ય ઉપાય ગણાવ્યો છે. જેનો અમલ કરવાની જરૂર છે. તેમણે કૉંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે, હું સરકારમાં છું અને હું વાયનાડ, અમેઠી, રાયબરેલી, કલબુર્ગી બેઠકને આરક્ષણ આપી દઉં તો શું થાય? ઉત્તર પ્રદેશની અમેઠી અને રાયબરેલી બેઠક પર ગાંધી પરિવારનો પ્રભાવ રહ્યો છે. રાહુલ ગાંધી વાયનાડથી સાંસદ છે જ્યારે સોનિયા ગાંધી રાયબરેલીથી સાંસદ છે.
મલ્લિકાર્જુનની સરકારને સલાહઃ નડ્ડાના 2029ના કાયદાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા મલ્લિકાર્જૂન ખડગે એ જણાવ્યું કે સરકાર ધારે તો આ કાયદો અત્યારે અમલમાં લાવી શકે છે. જો પંચાયત અને જિલ્લા પંચાયત કાયદા અંતર્ગત આરક્ષણની વ્યવસ્થા કરી શકાય તો આ મુદ્દે કેમ નહીં. મલ્લિકાર્જુન ખડગેએ સરકારને સલાહ આપી કે, "કાલ કરે સો આજ કર, આજ કરે સો અત્યારે."
કાકા કાલેલકરનો રિપોર્ટઃ નડ્ડાના કૉંગ્રેસ પર વાકપ્રહારઃ નડ્ડાએ સરકારના 90 સચિવોમાંથી માત્ર ત્રણ ઓબીસી સચિવ હોવા પર રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે આજે જે અધિકારી સચિવ બન્યા છે તેઓ 1990ની આસપાસ ભારતીય પ્રશાસન સેવામાં આવ્યા હશે. તેમણે કૉંગ્રેસ પર કાકા કાલેલકર અને મંડળ આયોગનો રિપોર્ટ પર ઠંડુ પાણી ફેરવી નાંખ્યું હતું. વિપક્ષે 2004થી 2014 દરમિયાન કેન્દ્રમાં ઓબીસી સમુદાયના કેટલા સચિવ હતા?
29 ટકા સાંસદ ઓબીસીઃનડ્ડાની આ ટીપ્પણી પર પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવેગૌડાના ઓબીસી સમુદાયમાંથી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. નડ્ડાએ વળતા વાકપ્રહારમાં કહ્યું કે આજે કેન્દ્ર સરકારમાં 27 પ્રધાનો ઓબીસી ચે, ભાજપના કુલ 303 સાંસદોમાં 29 ટકા એટલે કે 85 સાંસદો ઓબીસી સમુદાયના છે. સમગ્ર દેશમાં ભાજપના 1358 ધારાસભ્યોમાંથી 27 ઓબીસી સમુદાયના છે.
- Parliament Special session 2023: અર્જૂન રામ મેઘવાલે રાજ્યસભામાં નારી શક્તિ વંદન વિધેયક રજૂ કર્યુ, ચર્ચા ચાલી રહી છે
- Women's Reservation Bill: વડાપ્રધાને મહિલા આરક્ષણ વિધેયકની મંજૂરીને ભારતના સંસદીય ઈતિહાસની સોનેરી ક્ષણ ગણાવી