ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Women Reservation Bill : ભાજપના અસલી ઈરાદા ખુલ્લા પડી ગયા - જયરામ રમેશ - રાજ્યસભામાં મહિલા અનામત બિલ પસાર કરવામાં આવ્યું

રાજ્યસભામાં લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓને એક તૃતીયાંશ અનામત આપવા માટે 128 માં બંધારણ સુધારા બિલ, 2023 ને મંજૂરી મળી ગઈ છે. ગૃહમાં ઉપસ્થિત તમામ 214 સાંસદોએ બિલની તરફેણમાં મતદાન કર્યું હતું. ત્યારે કોંગ્રેસ પાર્ટીના જનરલ સેક્રેટરી જયરામ રમેશે સોશિયલ મીડિયાના માધ્યમથી ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

Women Reservation Bill
Women Reservation Bill

By PTI

Published : Sep 22, 2023, 4:40 PM IST

નવી દિલ્હી : રાજ્યસભાએ લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓને એક તૃતીયાંશ અનામત આપવા માટે 128 માં બંધારણ સુધારા બિલ, 2023 ને મંજૂરી આપી હતી. ગૃહમાં ઉપસ્થિત તમામ 214 સાંસદોએ બિલની તરફેણમાં મતદાન કર્યું હતું. આ સાથે આ બિલને સંસદની મંજૂરી મળી ગઈ છે. લોકસભામાં બુધવારે જ મહિલા અનામત બિલને પસાર કરી દેવામાં આવ્યું હતું.

કોંગ્રેસનો આક્ષેપ : આ અંગે કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે, 2024 ની લોકસભા ચૂંટણીથી મહિલા અનામત બિલ લાગુ કરવા અને અન્ય પછાત વર્ગો (ઓબીસી) માટે અલગ ક્વોટા નક્કી કરવાના સુધારણા બિલને બરતરફ કરી ભારતીય જનતા પાર્ટીના (BJP) ઈરાદા ખુલ્લા પડ્યા છે. કોંગ્રેસ પાર્ટીના જનરલ સેક્રેટરી જયરામ રમેશે એવો દાવો કર્યો હતો કે, ભાજપના વલણથી સ્પષ્ટ છે કે મહિલા અનામત બિલ લાવવાનો સમગ્ર પ્રયાસ માત્ર ચૂંટણીનો મુદ્દો બનાવવા માટે હતો.

જયરામ રમેશની ટ્વિટ : જયરામ રમેશે X પર પોસ્ટ કર્યું, કોંગ્રેસ પાર્ટીએ ગઈકાલે રાત્રે રાજ્યસભામાં મહિલા અનામત બિલ પર સુધારા રજૂ કર્યા હતા. આ સુધારાઓ એ સુનિશ્ચિત કરશે કે અનામતનો અમલ 2024 ની લોકસભા ચૂંટણીથી જ કરવામાં આવશે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ સિવાય OBC મહિલાઓ માટે અનામતની જોગવાઈ કરવાની છે. તેઓએ કહ્યું કે, આમાંના કોઈપણ સુધારા એવા નહોતા કે તેને લાગુ ન કરી શકાય, પરંતુ બંનેને ફગાવી દેવામાં આવ્યા છે. જયરામ રમેશ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે, ભાજપના અસલી ઈરાદા ખુલ્લા પડી ગયા છે. આ સમગ્ર પ્રયાસ ખરેખર બિલને અમલમાં મૂક્યા વિના થાકેલા વડાપ્રધાન માટે ચૂંટણીનો મુદ્દો બનાવવાનો હતો.

મહિલા સાંસદોમાં ખુશી : અગાઉ 21 સપ્ટેમ્બરના રોજ રાજ્યસભામાં મહિલા અનામત બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલના તરફેણમાં 215 મત પડ્યા હતા. જ્યારે વિરોધમાં એક પણ મત પડ્યો ન હતો. ત્યારબાદ તમામ મહિલા સાંસદોએ બિલ પાસ થવા પર ખુશી વ્યક્ત કરી હતી. કોંગ્રેસના સાંસદ રંજીત રંજને કહ્યું કે, આ બિલ ઘણા સમયથી પેન્ડિંગ હતું. હવે તે કાયદાનું સ્વરૂપ લેશે. પરંતુ અમારી માંગ છે કે, તેને તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવે.

  1. Women Reservation Bill: મહિલા અનામતને લઈને રાહુલ ગાંધીએ સરકારની નિયત પર ઉઠાવ્યા સવાલ
  2. Women's Reservation Bill: ભાજપ કાર્યાલયમાં PM મોદીનું સ્વાગત, PMએ મહિલા કાર્યકરોના ચરણ સ્પર્શ્યા

ABOUT THE AUTHOR

...view details