ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહિલા સાથે ક્રૂરતા, ઝાડ સાથે બાંધી મારપીટ, આવી હતી ભૂલ - મહિલા સાથે ક્રૂરતા

રતલામ જિલ્લાના અલોટમાં, એક મહિલાને ઝાડ સાથે બાંધીને મારવામાં આવી ( WOMAN TIED TO TREE AND BEATEN UP IN RATLAM) હતી. જેના કારણે મહિલા ખરાબ રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. જે બાદ પોલીસે આરોપીઓ વિરુદ્ધ કલમ 326, 342, 506, 34,294 હેઠળ કેસ નોંધ્યો હતો અને આરોપીઓને ઝડપી લીધા હતા.

WOMAN TIED TO TREE AND BEATEN UP IN RATLAM
WOMAN TIED TO TREE AND BEATEN UP IN RATLAM

By

Published : Dec 18, 2022, 10:48 PM IST

મધ્યપ્રદેશ:રતલામ જિલ્લાના અલોટમાં, એક મહિલાને ઝાડ સાથે બાંધીને મારવામાં આવી ( WOMAN TIED TO TREE AND BEATEN UP IN RATLAM)હતી. જેના કારણે મહિલા ખરાબ રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. આ નિર્દયતા અન્ય કોઈએ નહીં પરંતુ મહિલાના પતિ અને પરિવારના સભ્યોએ કરી હતી. હકીકતમાં, તારાગઢ ગામની રહેવાસી મહિલા તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી અને તેની સાથે રાજસ્થાનમાં રહેતી હતી. પતિ અને તેના પરિવારે મહિલાને તારાગઢના ઘરે આવવાની ના પાડી હતી, છતાં મહિલા તેના પતિના ઘરે રહેવા માંગતી હતી, જેના કારણે ઝઘડો થયો હતો.

આ પણ વાંચો:માત્ર 11 હજાર માટે લુખ્ખી દાદાગીરી કરીને મહિલાને માર માર્યો

મહિલાને ઝાડ સાથે બાંધીને મારવામાં આવી: મહિલા તેના પ્રેમીને છોડીને તેના પતિના ખાલી મકાનમાં રહેવા લાગી હતી. જે બાદ પતિ થાનુલાલે તેના ભાઈ અને પરિવારના અન્ય સભ્યો મુકેશ નાયક, મોહન, નારાયણ, કમલ, વિક્રમ વગેરે સાથે મળીને મહિલાને દોરડા વડે બાંધીને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે બાદ પોલીસે આરોપીઓ વિરુદ્ધ કલમ 326, 342, 506, 34,294 હેઠળ કેસ નોંધ્યો હતો અને આરોપીઓને ઝડપી લીધા હતા. તમામને કોર્ટમાં રજૂ કરીને આગોતરા કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો:મધેપુરામાં મહિલાને બેરહેમીથી માર માર્યોનો વીડિયો થયો વાયરલ

ABOUT THE AUTHOR

...view details