બેંગલુરુ: બેંગલુરુમાં પાર્કમાં બેઠેલી એક મહિલાનું અપહરણ કરીને ચાલતી કારમાં તેના પર દુષ્કર્મ કરવા બદલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી. પોલીસે જણાવ્યું કે 25 માર્ચે રાત્રે લગભગ 10 વાગે ચાર લોકોએ કોરમંગલામાં 'નેશનલ ગેમ્સ વિલેજ પાર્ક'માં બેઠેલી મહિલાનું અપહરણ કર્યું અને તેઓ તેને કારમાં લઈ ગયા.
આ પણ વાંચો:Bihar Crime : પુત્રએ ઓનલાઈન મંગાવેલ હથિયારથી પિતાની કરી હત્યા
ઝઘડા બાદ કર્યું અપહરણ: પોલીસે સતીશ, વિજય, શ્રીધર અને કિરણ આરોપીની ધરપકડ કરી છે. યુવતી અને તેનો મિત્ર 25 માર્ચે રાત્રે લગભગ 10 વાગ્યે કોરમંગલાના નેશનલ ગેમ્સ પાર્કમાં બેઠા હતા. ત્યાં આવેલા આ ચારેય આરોપીઓએ મિત્રને ધમકાવીને ભાગી છૂટ્યો હતો. પોલીસે જણાવ્યું કે, તેઓએ યુવતી સાથે ઝઘડો કર્યો અને કારમાં તેનું અપહરણ કર્યું.
દુષ્કર્મ બાદ રોડ પર છોડી દીધી: પોલીસના જણાવ્યા અનુસાર, ડોમાલુર, ઇન્દિરા નગર, આનેકલ અને નાઇસ રોડ સહિત અનેક સ્થળોએ ચાલતી કારમાં દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આખી રાત અહીં-તહીં ભટક્યા બાદ પીડિત યુવતીને સવારે 4 વાગ્યે તેના ઘર પાસે રોડ પર છોડી દેવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પીડિતાએ 26 માર્ચે કોરમંગલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા ચાર આરોપીઓની પૃષ્ઠભૂમિની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:UP News: બાંદામાં પાગલ યુવાને માતાની જ કરી હત્યા, કહ્યું - ભગવાને સપનામાં હત્યાનો કર્યો હતો આદેશ
આરોપીએ પીડિતાને ધમકી આપી: પોલીસે જણાવ્યું હતું કે, આરોપીએ પીડિતાને ધમકી આપી હતી કે, જો તેણીએ આ ઘટના અંગે પોલીસને જાણ કરી તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે. તેમણે કહ્યું કે પીડિતાની બાદમાં સારવાર કરવામાં આવી હતી અને આ મામલે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એક પોલીસ અધિકારીએ કહ્યું કે, અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ. ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.