ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Karnataka News: કર્ણાટકની સરકારી હોસ્પિટલમાં મહિલા દર્દી પર દુષ્કર્મ, આરોપીની ધરપકડ - GIMS Hospital in Kalaburagi

કર્ણાટકની સરકારી હોસ્પિટલમાં મહિલા દર્દી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. ત્યાં હાજર લોકોએ આરોપીને પકડીને પોલીસને હવાલે કર્યો છે.

ગવર્નમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ
ગવર્નમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ

By

Published : Mar 18, 2023, 8:24 PM IST

કલબુર્ગી(કર્ણાટક): એક અજાણ્યા વ્યક્તિએ કર્ણાટકની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી મહિલા દર્દી પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના નજીકના પુરુષ વોર્ડમાંથી કોઈએ જોઈ હતી. તેણે તેના મોબાઈલથી આરોપીની તસવીર લીધી અને બાદમાં આરોપીને પકડી લીધો હતો. જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

મહિલા દર્દી પર દુષ્કર્મ:આ ઘટના શુક્રવારે મોડી રાત્રે કલબુર્ગીની GIMS (ગવર્નમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ) હોસ્પિટલમાં બની હતી. એક અજાણ્યો શખ્સ હોસ્પિટલમાં આવી પહોંચ્યો હતો. જેણે સારવાર લઈ રહેલી મહિલા દર્દી પર દુષ્કર્મ આચર્યું હતું. હોસ્પિટલમાં હાજર લોકોએ દુષ્કર્મના આરોપીને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.

આ પણ વાંચો:Surat Crime News : સુરતના પાંડેસરામાં 6 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મનો પ્રયાસ, આરોપી સામે પોકસો એક્ટનો ગુનો નોંધાયો

આરોપી જેલના હવાલે: પોલીસે જણાવ્યું કે આરોપી ગઈકાલે રાત્રે કલબુર્ગીની જીઆઈએમએસ હોસ્પિટલમાં ગયો હતો. આખી રાત હોસ્પિટલમાં અહીં-તહીં ભટક્યા પછી તે મહિલા વોર્ડમાં દાખલ થયો. ત્યાં સારવાર લઈ રહેલી 36 વર્ષની મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઘટના નજીકના પુરુષ વોર્ડમાંથી કોઈએ જોઈ હતી. તેણે તેના મોબાઈલથી તેની તસવીર લીધી અને બાદમાં આરોપીને પકડી લીધો. પકડાઈ જતાં આરોપીએ હોબાળો મચાવ્યો હતો. હોસ્પિટલમાં સ્ટાફે આવીને પૂછપરછ કરી તો વ્યક્તિએ મોબાઈલમાં આરોપીએ કરેલા કૃત્યનો ફોટો બતાવ્યો. બાદમાં હોસ્પિટલ સ્ટાફે બ્રહ્મપુરા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી.

આ પણ વાંચો:Comedian Khyali Rape Case : કોમેડિયન ખ્યાલી સારહણ વિરુદ્ધ FIR, નોકરીના બહાને દુષ્કર્મનો આરોપ

આરોપીની પુછપરછ: પોલીસે કહ્યું કે 'માહિતી મળી હતી કે રેપ પીડિતા છેલ્લા સાત મહિનાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હાલ બ્રહ્મપુરા પોલીસ મથકે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તપાસ કરવામાં આવી રહી છે કે આરોપી હોસ્પિટલમાં કેમ આવ્યો? જીઆઈએમએસ હોસ્પિટલની એક નર્સની ફરિયાદના આધારે બ્રહ્મપુરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ન હતો. તે ગઈકાલે હોસ્પિટલમાં આવ્યો હતો. હાલ આરોપીની ધરપકડ કરીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details