ઈન્દોર: દેવી અહલ્યાબાઈ હોલકર એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટમાં એક મહિલા પેસેન્જરે હંગામો (woman passenger create ruckus in flight) મચાવ્યો હોવાના સમાચાર છે. મહિલાએ કર્મચારીઓ સાથે ઘણી દલીલો કરી હતી. વિવાદ વધતો જોઈને ફ્લાઈટને રોકી દેવામાં આવી હતી. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી હતી. સમગ્ર સમસ્યાનુ સમાધાન થયા બાદ 40 મિનિટ બાદ ફ્લાઈટ ઈન્દોરથી દિલ્હી જવા રવાના થઈ હતી. ફ્લાઈટમાં સવાર એક મુસાફરે જણાવ્યું કે મહિલાની (Woman ruckus in flight) દીકરીને કોઈ માનસિક સમસ્યા હતી. જેના કારણે તેણે હોબાળો મચાવ્યો હતો. ઘટના દરમિયાન મુસાફરો પણ પરેશાન જોવા મળ્યા હતા.
આ પણ વાંચો:Indigo cuts flights: ઈન્ડિગો એરલાઈન્સે ફ્લાઈટની સંખ્યા ઘટાડી, કંપની નહીં લે રિશિડ્યુલિંગ ફી