ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પ્રિતિ બની પ્રિતમાં ઘાતક, યુવક પ્રેમીના મૃતદેહને સૂટકેસમાં ભરીને ભાગી - મહિલાએ મૃતદેહને સૂટકેસમાં છુપાવ્યો

ગાઝિયાબાદના તુલસી નિકેતન વિસ્તારમાં એક મહિલાની તેના લિવ-ઈન પાર્ટનરની હત્યાના(Murder of leave in partner) આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. હત્યા બાદ મહિલાએ મૃતદેહને સૂટકેસમાં છુપાવીને(woman killed her boyfriend by slitting his throat ) લઈ જતી હતી ત્યારે પોલીસે તેને ઝડપી પાડી હતી.

પ્રિતિ બની પ્રિતમાં ઘાતક
પ્રિતિ બની પ્રિતમાં ઘાતક

By

Published : Aug 8, 2022, 7:12 PM IST

Updated : Aug 9, 2022, 12:23 PM IST

નવી દિલ્હી : જિલ્લાના ટીલા મોડ પોલીસ સ્ટેશન વિસ્તારના તુલસી નિકેતન વિસ્તારમાં તેના પ્રેમીની હત્યા કરવા બદલ એક મહિલાની ધરપકડ કરવામાં(Murder of leave in partner) આવી છે. મહિલાની ઓળખ પ્રીતિ શર્મા તરીકે થઈ છે, જ્યારે તેના લિવ-ઈન પાર્ટનરની ઓળખ સંભલના રહેવાસી ફિરોઝ તરીકે થઈ છે. મહિલા તેના પાર્ટનરની હત્યા કર્યા બાદ તે મૃતદેહને સૂટકેસમાં લઈને જઈ રહી(woman killed her boyfriend by slitting his throat ) હતી. તે દરમિયાન પોલીસે તેને પકડી લીધી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

યુવતી લગ્ન માટે દબાણ કરતી હતી - યુવતીએ યુવક પર લગ્ન માટે દબાણ કર્યું હતું, પરંતુ યુવકે તેને ના પાડી દીધી હતી. આ પછી મહિલાએ રેઝર વડે યુવકનું ગળું કાપીને હત્યા કરી હતી. મહિલાએ મૃતદેહના નિકાલ માટે દિલ્હીના સીલમપુરથી એક મોટી સૂટકેસ ખરીદી હતી. જ્યારે તેણી તેને પોતાની સાથે લઈ જતી હતી ત્યારે પોલીસને શંકા ગઈ હતી. જ્યારે પોલીસે સૂટકેસની તપાસ કરી તો મામલો સામે આવ્યો હતો.

લવ જેહાદનો મામલો ગણવામાં આવી રહ્યો - પ્રીતિ શર્મા તેના પતિ દીપકને છોડીને ફિરોઝ સાથે છેલ્લા 3 થી 4 વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ફિરોઝ સાથે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ ફિરોઝે તેનો ઇનકાર કર્યો હતો. આ પછી પ્રીતિએ ફિરોઝની હત્યા કરી નાખી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ફિરોઝ દિલ્હીમાં હેર ડ્રેસરનું કામ કરતો હતો. કેટલાક લોકો સોશિયલ મીડિયા પર તેને લવ જેહાદનો મામલો પણ ગણાવી રહ્યા છે, જેમાં પ્રેમિકાએ લોહિયાળ બદલો લીધો હતો.

Last Updated : Aug 9, 2022, 12:23 PM IST

ABOUT THE AUTHOR

...view details