ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Bully Bai App Controversy : મુસ્લિમ મહિલાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી મામલે કેસ - Delhi Police

પહેલા સુલ્લી ડીલ અને હવે બુલ્લી બાઈએ(Bully Bai App Controversy) સોશિયલ મીડિયા પર તોફાન(GitHub App Controversy) મચાવ્યું છે. જેને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. પોલીસે આ મામલે કેસ(Delhi Cyber Cell) નોંધ્યો છે. આ ફરિયાદ એક મહિલા પત્રકારે કરી હતી. આ એપ પર મુસ્લિમ મહિલાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ(Misuse of Women Photo on Github App) કરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો, વાંચો પૂરા સમાચાર.

GitHub App Controversy :  મહિલા પત્રકારે ગીટહબ એપ વિવાદ પર મહિલાઓના ફોટાના દુરુપયોગ સામે દાખલ કર્યો કેસ
GitHub App Controversy : મહિલા પત્રકારે ગીટહબ એપ વિવાદ પર મહિલાઓના ફોટાના દુરુપયોગ સામે દાખલ કર્યો કેસ

By

Published : Jan 3, 2022, 8:46 AM IST

હૈદરાબાદઃ બુલ્લી બાઈ એપને લઈને વિવાદ(Bully Bai App Controversy) વધી રહ્યો છે. આ એપ પર મુસ્લિમ મહિલાઓને લઈને અનેક પ્રકારની કોમેન્ટ કરવામાં આવી છે. તેની સામે નફરતની ટિપ્પણીઓ કરવામાં આવી છે. અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સુલી ડીલ એપ થોડા દિવસો પહેલા આવી હતી. એપ પર પણ મુસ્લિમ મહિલાઓ વિરુદ્ધ ગંદી ટિપ્પણીઓ(Insult to Muslim Women) કરવામાં આવી હતી. આ બંને એપ્સ એટલે કે સુલ્લી ડીલ અને બુલ્લી બાઈને ગીટ હબ એપ પર લોન્ચ(GitHub App Controversy) કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Uber Whatsapp Partnership: હવે WhatsAppથી કરી શકશો કેબ બુક, Uberએ કરી જાહેરાત

ગીટ હબ એપ એક હોસ્ટિંગ પ્લેટફોર્મ છે

ગીટ હબ એપ એક હોસ્ટિંગ પ્લેટફોર્મ છે. તે એક ઓપન સોર્સ પ્લેટફોર્મ છે. તેના પર અનેક પ્રકારની એપ્સ લોન્ચ(Github App Launch) કરવામાં આવે છે. તમે અહીં એપ્સ બનાવી અને શેર પણ કરી શકો છો. નોંધણી કરવા માટે ઈ-મેલ આવશ્યક છે. પરંતુ આ એપ બનાવનારા લોકો જુદા જુદા ફેક એકાઉન્ટમાંથી મુસ્લિમ મહિલાઓની તસવીરો(Pictures of Muslim women on the Bully By app) પોસ્ટ કરી અભદ્ર ટિપ્પણીઓ કરતા હોય છે.

આ પણ વાંચોઃ App development in gujarat: કોરોનાકાળમાં 20,000 જેટલી એપ બની, ઈન્સ્ટોલેશન રેશિયો 40 ટકા વધ્યો

બુલ્લી બાઈ એપને લઈને પોલિસ ફરિયાદ

આ એપ કોણે બનાવી છે, હજુ સુધી માહિતી મળી નથી. લોકો પોતાની ઓળખ છુપાવીને તેનો ઉપયોગ કરી રહ્યા છે. એક મહિલા પત્રકારે બુલ્લી બાઈ લઈને દિલ્હી પોલીસને તેની ફરિયાદ(Delhi Cyber Cell) પર FIR નોંધી છે. હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સમગ્ર ઘટનાને શરમજનક ગણાવી છે.

ABOUT THE AUTHOR

...view details