હરિયાણા : સાયબર સિટી ગુરુગ્રામમાં એક યુવતીને હોટલના રૂમમાં બે દિવસ સુધી બંધક બનાવીને જાતીય સતામણીનો મામલો(Sexual Assault In Gurugram Hotel ) સામે આવ્યો છે. આરોપ છે કે યુવતી પર દુષ્કર્મનો પ્રયાસ પણ કરવામાં આવ્યો(Attempted rape of girl) છે. આ મામલામાં યુવતીએ તેના મિત્ર અજય અને તેના પાર્ટનર પવન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે બુધવારે કેસ નોંધીને એક આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય આરોપીની શોધ ચાલી રહી છે.
આ પણ વાંચો - પતિ જ બન્યો હૈવાન... મિત્રો સાથે મળીને પત્ની સાથે કર્યુ દુષ્કર્મ
મિત્રએ નોકરીના બહાને હોટલમાં બોલાવી - પીડિતા મૂળ બંગાળની રહેવાસી છે. પોલીસને આપેલી ફરિયાદમાં પીડિત યુવતીએ જણાવ્યું છે કે, તે ગુરુગ્રામના એક મોલમાં આવેલી ક્લબમાં ડાન્સર છે. જ્યાં તેણે અજય નામના વ્યક્તિ સાથે મિત્રતા થઇ હતી. અજય સાથે ફોન પર વાતચીત અને મુલાકાત પણ થઈ હતી. પીડિતાએ થોડા સમય પહેલા નોકરી ગુમાવી દીધી હતી. જે બાદ તેના મિત્ર અજયે તેને નોકરીના બહાને હોટલમાં બોલાવી હતી. પોલીસમાં નોંધાયેલી FIR મુજબ અજયે પીડિતાને ગુરુગ્રામની એક ક્લબમાં નોકરી અપાવવાનું કહ્યું હતું.
બે દિવસ સુધી યૌન શોષણ કર્યું - પીડિતાના જણાવ્યા અનુસાર, જ્યારે તે હોટલ પહોંચી ત્યારે અજયે તેની જવાહર ઉર્ફે પવન નામના અન્ય વ્યક્તિ સાથે મુલાકાત કરાવી હતી. જવાહર સાથે હોટલમાં નોકરીની વાત પણ પ્રતિ શો 1500 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. પવને તેને નશીલા પદાર્થ આપીને હોટલના રૂમમાં બંધ કરી દીધી હતી. જ્યાં તેને બે દિવસ સુધી બંધક રાખવામાં આવી હતી. તેની સાથે બે દિવસ સુધી મારપીટ કરવામાં આવી હતી અને તેની સાથે દુષ્કર્મ પણ આચરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - કિન્નરોના કાળા કામ : હોટલના કર્મચારીને મોતને ઘાટ ઉતાર્યો, જાણો સમગ્ર ઘટના
ભાગવામાં સફળ ન થઇ - બંધક બનાવ્યાના બે દિવસ પછી પીડિતા હોટેલમાંથી ભાગવામાં સફળ રહી હતી. જો કે, તે ગુરુગ્રામના સેક્ટર-46માં પહોંચતા જ બંનેએ તેને ફરીથી પકડી લીધી અને પછી તેને હોટલમાં લઈ ગયા હતા. જો કે, હોટલના ગેટ પર પોલીસની કાર જોઈને બંને આરોપીઓ તેને છોડીને ભાગી છૂટ્યા હતા. ફરાર થતા પહેલા આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
પોલીસે આરોપીની કરી ધરપકડ - આ પછી યુવતીએ ગુરુગ્રામના સેક્ટર-50 સ્થિત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પવન અને અજય વિરુદ્ધ IPCની કલમ 354-B, 376, 511, 342, 34, 323 હેઠળ યુવતીને હોટલમાં બંધક બનાવીને તેના યૌન શોષણના સંબંધમાં કેસ નોંધ્યો હતો. આ પછી પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે બીજા આરોપીને પકડવા માટે પ્રયાસો ચાલું છે.