ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અગ્નિપથના વિરોધના સંવેદનશીલ માહોલમાં મહિલાએ ટ્રેનમાં આપ્યો નવજાતને જન્મ,શ્વાસ અદ્ધર થઈ ગયા

સેનામાં નવી ભરતી નીતિ 'અગ્નિપથ યોજના'નો યુવાનો વિરોધ (Agnipath Scheme Protest in UP) કરી રહ્યા છે. વિરોધને કારણે ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં ઘણા કલાકો સુધી ઉભી રહેલી ટ્રેનમાં એક મહિલાએ નવજાત શિશુને (Pregnant Woman give birth in Train) જન્મ આપ્યો હતો. તે જ સમયે સારવાર માટે જઈ રહેલા આધેડનું મોત નીપજ્યું હતું.

અગ્નિપથના વિરોધના સંવેદનશીલ માહોલમાં મહિલાએ ટ્રેનમાં આપ્યો નવજાતને જન્મ,શ્વાસ અદ્ધર થઈ ગયા
અગ્નિપથના વિરોધના સંવેદનશીલ માહોલમાં મહિલાએ ટ્રેનમાં આપ્યો નવજાતને જન્મ,શ્વાસ અદ્ધર થઈ ગયા

By

Published : Jun 18, 2022, 8:24 PM IST

ગાઝીપુર: સેનામાં નવી ભરતી યોજના 'અગ્નિપથ યોજના'ના વિરોધને (Agnipath Scheme Protest in UP) કારણે ટ્રેનનો શેડ્યુલ ખોરવાયો હતો, કેટલીય ટ્રેન રદ્દ કરી દેવાઈ તો કેટલીકને ટર્મીનેટ કરી દેવાઈ હતી. વિવિધ રાજ્યો અને જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ યુવાનોએ ધરણા-પ્રદર્શન અને ટ્રેનના ટ્રેક પર (Agnipath Protest on Railway Track) વિરોધ પ્રદર્શન કર્યું હતું. ટ્રેનને આગચંપી કરવાના કારણે ટ્રેનના પૈડાં થંભી ગયા હતા. જેના કારણે લાખો પ્રવાસીની હાલત કફોડી થઈ હતી. વિરોધના કારણે ગાઝીપુરના ઝમાનિયા રેલવે સ્ટેશન પર ઘણા કલાકો સુધી ઉભી રહેલી ટ્રેનમાં એક ગર્ભવતી મહિલાએ (Pregnant Woman give birth in Train)બાળકીને જન્મ આપ્યો છે.

આ પણ વાંચો:આ ખેડૂતો આવ્યા અગ્નિપથ યોજના સામેની લડાઈના સમર્થનમાં, લેશે મોટો નિર્ણય

યુદ્ધના ધોરણે સારવાર: આ અંગે માહિતી મળતા રેલવેના અધિકારીઓ માતા અને બાળકને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ સારવાર હેતું ખસેડ્યા હતા. તે જ સમયે સારવાર માટે દિલ્હી જઈ રહેલા એક આધેડનું મોત થયું હતું. તેઓ હૃદય સંબંધિત બિમારીથી પીડિત હતા. દાનાપુર-આનંદ વિહાર ટ્રેન, જે સવારે 7 વાગ્યાથી ગાઝીપુરના ઝમાનિયા રેલ્વે સ્ટેશન પર ઉભી હતી, લગભગ સાત કલાક પછી ગંતવ્ય સ્થાન માટે રવાના થઈ શકી. ટ્રેનના સ્લીપર કોચ નંબર D-17માં ગર્ભવતી મહિલા ગુડિયા દેવી (ઉ.વ.28) એ એક બાળકીને જન્મ આપ્યો હતો.

આ પણ વાંચો:સંરક્ષણ નિષ્ણાંતે કહ્યું, જોજો રશિયન સેના જેવી હાલત ન થઈ જાય!

કોણ છે આ મહિલા:આ મહિલા પ્રમોદ લૈયાની પત્ની છે. જે નિવાસી મહર્ના બિહારના વતની છે. મહિલા મુરાદાબાદથી ભાગલપુર જઈ રહી હતી. SDM ભરત ભાર્ગવની સૂચનાથી તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી. આ જ ટ્રેનના સ્લીપર કોચ નંબર D-11માં મુસાફરી કરી રહેલા રામેશ્વર (ઉ.વ.55) ની ગરમીને કારણએ તબીયત લથડી હતી. સમયસર સારવાર ન મળતા સ્થિતિ ગંભીર થઈ ગઈ હતી. આ અંગેની જાણ એસડીએમ ભરત ભાર્ગવને થતા સારવાર હેતું ખસેડાયા હતા. વંદના સિંહ દર્દીને એમ્બ્યુલન્સ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઈન્ચાર્જ ડો.રવિ રંજને મુસાફર રામેશ્વરને મૃત જાહેર કર્યા હતા. એટેક આવી જતા મોત થયાનું જાણવા મળ્યું છે.

ABOUT THE AUTHOR

...view details