ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જયપુર રેલ્વે સ્ટેશનની બહાર 5 યુવકોએ મહિલા સાથે કર્યો ગેંગરેપ - જયપુરમાં ગેંગ રેપ

મોડી રાત્રે જયપુર રેલવે સ્ટેશનની બહાર મહિલા સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. આ ઘટના GRP પોલીસ સ્ટેશનથી 500 મીટરના અંતરે બની હતી. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. Gang Rape in Jaipur, gang rape outside jaipur railway station, Woman gang raped near Jaipur railway station, Gang rape case in Jaipur

જયપુર રેલ્વે સ્ટેશનની બહાર 5 યુવકોએ મહિલા સાથે કર્યો ગેંગરેપ
જયપુર રેલ્વે સ્ટેશનની બહાર 5 યુવકોએ મહિલા સાથે કર્યો ગેંગરેપ

By

Published : Aug 26, 2022, 10:58 AM IST

જયપુરરેલવે સ્ટેશનની બહાર એક મહિલા પર સામૂહિક દુષ્કર્મનો (Gang Rape in Jaipur) મામલો સામે આવ્યો છે. મહિલા તેના પતિ માટે ખાવાનું લેવા સ્ટેશનની (gang rape outside jaipur railway station) બહાર ગઈ હતી. આ દરમિયાન 5 આરોપીઓએ મહિલાનું અપહરણ કરીને તેના પર દુષ્કર્મ ગુજાર્યો હતો. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોપ્લાસ્ટિકના કવરમાં ત્યજી દેવાયેલું નવજાત બાળક મળી આવ્યું

જયપુરમાં સામૂહિક દુષ્કર્મGRP એસએચઓ સંપત રાજે જણાવ્યું હતું કે, 35 વર્ષીય પીડિતા બુધવારે મોડી રાત્રે તેના પતિ સાથે ટ્રેનમાં પ્રવાસી કરવા જયપુર રેલવે સ્ટેશન પહોંચી હતી. ટ્રેન આવવાનો સમય થઈ ગયો હતો, જેથી પીડિતા તેના પતિ માટે ખાવાનું લેવા રેલવે સ્ટેશનની બહાર આવી હતી. તેણે જણાવ્યું હતું કે, સ્ટેશનની બહાર પીડિતા 5 યુવકોને મળી જેમની પાસેથી પીડિતાએ રેસ્ટોરન્ટ વિશે પૂછ્યું. રેસ્ટોરન્ટમાં લઈ જવાના બહાને બદમાશો પીડિતાને રેલ્વે યાર્ડ તરફ લઈ ગયા અને જયપુર રેલ્વે સ્ટેશનની બહાર અંધારાવાળી જગ્યાએ તેણીનો હાથ ખેંચીને યાર્ડની અંદર લઈ જઈ ગેંગરેપ (Gang Rape in Jaipur) કર્યો હતો.

આ પણ વાંચોમિલકત માટે માતાને ચામાં ઉંદરનું ઝેર આપતી દીકરી

પીડિતા GRP પોલીસ સ્ટેશન પહોંચી અને ઘટના જણાવીસંપત રાજે જણાવ્યું હતું કે, ઘટનાને અંજામ આપ્યા બાદ 5 બદમાશો પીડિતાને બેભાન કરીને સ્થળ પરથી ભાગી ગયા હતા. આ પછી પીડિતા નશાની હાલતમાં GRP પોલીસ સ્ટેશન પહોંચી અને ઘટના જણાવી અને પોલીસ સ્ટેશનમાં હાજર મહિલા પોલીસકર્મીઓએ પીડિતાની સંભાળ લીધી હતી. પોલીસે રેલ્વે યાર્ડ અને આસપાસના વિસ્તારમાં પણ બદમાશોની શોધખોળ કરી હતી, પરંતુ તેઓને ક્યાંય પણ કોઈ સુરાગ મળ્યો ન હતો. GRP પોલીસ સ્ટેશને ગુરુવારે સવારે પીડિતાનું મેડિકલ કરાવ્યું હતું. આ સાથે FSLની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી, જ્યાંથી ટીમે પુરાવા એકત્ર કર્યા છે. પોલીસ રેલ્વે સ્ટેશનની બહાર અને આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજને સ્કેન કરીને બદમાશોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details