હરિયાણા : હરિયાણાના પલવલમાં એક પરિણીત મહિલાને બંધક બનાવીને તેના પર સામૂહિક બળાત્કાર કર્યાનો ચકચારી મામલો પ્રકાશમાં આવ્યો છે. આરોપીએ મહિલાનો અશ્લીલ વિડીયો બનાવીને બ્લેકમેલ કરીને વેચવાનું કૃત્ય પણ કર્યું હોવાનું સામે આવ્યું છે. પીડિતાની ફરિયાદ પર પલવલ મહિલા થાણા પોલીસે એક પોલીસકર્મી અને એક મહિલા સહિત 7 લોકો વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.
મહિલા પર સામૂહિક બળાત્કાર : ઘટનાની મળતી માહિતી મુજબ પીડિત મહિલાએ આરોપ લગાવ્યો છે કે, ફરિયાદ લેવાનો ઈન્કાર કર્યા બાદ પોલીસ સ્ટેશન ઓફિસરે તેને બળજબરીથી બલ્લી નામના વ્યક્તિ સાથે મોકલી દીધી હતી. બલ્લી પીડિતાને ખેતરમાં બનેલી ઓરડીમાં લઈ ગયો હતો. જ્યાં નિરંજન અને ભીમ નામના વ્યક્તિ પહેલાથી જ બેઠા હતા. મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્રણેયએ તેની સાથે ગેંગરેપ કર્યો હતો. ઉપરાંત આ કૃત્યનો અશ્લીલ વિડીયો પણ બનાવ્યો અને તેના ફોટોગ્રાફ્સ પણ લીધા હતા. વિડીયો અને ફોટો વાયરલ કરવાની ધમકી આપીને ત્રણેય તેને પલવલમાં એક મહિલાના ઘરે લઈ ગયા. જ્યાં આખી રાત મહિલાને રાખવામાં આવી. ત્યાં પણ મહિલાને ઘેનની દવા આપી અને રાત્રે તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ ત્રણેય આરોપીઓએ કાવતરાના ભાગરૂપે મહિલાને બિજેન્દ્ર નામના વ્યક્તિને વેચી દીધી હતી.
હસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં રહેતી એક પરિણીત મહિલાએ પલવલ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીડિત મહિલાએ કહ્યું કે, તેનો પતિ સાથે અણબનાવ હતો. પીડિતા 27 જુલાઈના રોજ હસનપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા પહોંચી હતી. ત્યાં મહિલા પોલીસ સ્ટેશન ઓફિસર શિવચરણને મળી હતી. જેમણે તેમની ફરિયાદ લેવાનો ઇનકાર કર્યો. આ મામલે આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. -- સુશીલા દેવી (મહિલા પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ)
પીડિત મહિલાનો આક્ષેપ :પીડિત મહિલાનો આરોપ છે કે, બિજેન્દ્રએ પણ તેની સાથે બળાત્કાર કર્યો અને પછી તેને તેના સાળા ગજેન્દ્ર પાસે છોડી દીધી. પીડિતાએ વધુમાં જણાવ્યું હતું કે, ગજેન્દ્રએ પણ તેની સાથે બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ થાણેદાર શિવચરણની હાજરીમાં કોરા કાગળો પર બળજબરીથી સહીઓ અને અંગુઠાની છાપ લીધી હતી. જેના બદલામાં બિજેન્દ્રએ પોલીસ સ્ટેશનને એક લાખ રૂપિયા આપ્યા હતા. પીડિત મહિલાનો આરોપ છે કે, પૈસા મળતાં જ એસએચઓએ કહ્યું કે, તે તેના એટલે કે બિજેન્દ્ર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવા દેશે નહીં.
પોલીસ ફરિયાદ : 30 ઓગસ્ટે જ્યારે પીડિતાના હાથમાં ગજેન્દ્રનો ફોન આવી ગયો હતો. ત્યારે તેણે પોલીસ, તેના પતિ અને માતાને ફોન પર જાણ કરી હતી. પોલીસ ગજેન્દ્રના ઘરે આવી અને તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસ સ્ટેશનથી મહિલાને તેના પતિ અને માતા સાથે મોકલવામાં આવી હતી. જ્યારે પીડિતાએ આ ઘટના તેના પતિને જણાવી ત્યારબાદ મહિલા તેના પતિ સાથે પોલીસ સ્ટેશન આવી અને આ અંગે ફરિયાદ કરી હતી. પીડિતાની ફરિયાદના આધારે પલવલ મહિલા પોલીસ સ્ટેશને એસએચઓ શિવચરણ, બલ્લી, નિરંજન, ભીમ, બિજેન્દ્ર, ગજેન્દ્ર અને એક મહિલા વિરુદ્ધ IPC કલમ 376D, 506, 370, 120B, 342 હેઠળ કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.
- વડોદરા દુષ્કર્મ કેસ: આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા લાવી
- Ahmedabad News: નબીરા તથ્ય પટેલની વધુ એક કેસમાં ધરપકડ, કેફેમાં થાર કાર ઘુસાડી તોડી હતી દીવાલ