નવી દિલ્હીઃદિલ્હીમાં સતત હત્યાના કેસ બની રહ્યા છે. તેમાં પણ મહિલાઓ સાથે હત્યાના કેસમાં વધારો થઇ રહ્યો છે.જેનું કારણે ત્યાની સ્થાનિક પોલીસ કે સ્થાનિક તંત્ર પાસે પણ નથી. આવનારા સમયમાં એવા કિસ્સા પણ સામે આવી શકે છે જેમાં ઘરમાં જઇને મહિલાની હત્યા કરી દેવામાં આવી. કારણ કે એક બાદ એક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જે રોકાવાનું નામ લઇ રહ્યા નથી. એકનો કિસ્સો જયાં પૂરો થયો ના હોય ત્યા બિજો કેસ સામે આવીને ઉભો રહે છે.ફરી વાર એવી જ એક ઘટના સામે આવી છે. જેમાં મહિલાના શરીરના ટૂકડા મળી આવ્યા છે.
શરીરના અનેક ટુકડાઓ:પૂર્વ દિલ્હીમાં ગીતા કોલોની ફ્લાયઓવર પાસે એક મહિલાના શરીરના અનેક ટુકડાઓમાં મળી આવતાં સનસનાટી ફેલાઈ ગઈ છે. આ અંગેની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ક્રાઈમ અને ફોરેન્સિક ટીમને પણ તપાસ માટે બોલાવવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે મહિલાનું શરીર છ ટુકડામાં વહેંચાયેલું છે. હાલ મૃતદેહની ઓળખ થઈ શકી નથી. પોલીસ ઓળખ માટે પ્રયાસ કરી રહી છે.
આ મામલાની માહિતી:પોલીસને સવારે 9.15 વાગ્યે આ મામલાની માહિતી મળી હતી. ગુમ થયેલાઓની યાદી નજીકના પોલીસ સ્ટેશનોમાંથી પણ લેવામાં આવી રહી છે, જેથી તેની ઓળખ થઈ શકે. જો કે આ અંગે પોલીસ હાલ વિસ્તૃત માહિતી આપી શકી નથી. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં આવો જ એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં આરોપી આફતાબે પીડિતા શ્રદ્ધાની હત્યા કરી હતી અને તેના શરીરના ટુકડાને ફ્રીજમાં રાખ્યા હતા અને ટુકડાઓ કાઢીને જંગલમાં ફેંકી દીધા હતા.
એક પછી એક ભયાનક હત્યા: તે જ સમયે, દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આ ઘટનાને લઈને દિલ્હી પોલીસને નોટિસ મોકલી છે. તેમણે ટ્વિટ કર્યું- દિલ્હીની ગીતા કોલોનીમાં મહિલાના મૃતદેહના ઘણા ટુકડા મળી આવ્યા છે. પોલીસને નોટિસ મોકલવી. છોકરી કોણ હતી? ક્યાં સુધી ગુનેગાર પકડાશે? દિલ્હીમાં એક પછી એક ભયાનક હત્યાઓ કેમ થઈ રહી છે? સતત આવી ઘટનાઓ બની રહી છે જેના કોઇ જ જવાબ સ્થાનિક તંત્ર પાસે કે પોલીસ પાસે નથી. તમારી દિકરી ઘરમાં પણ સેફ નથી તેવી હાલ દેશના દરેક રાજયમાં બની રહી છે.
- Ahmedabad Crime News : અમરાઈવાડીમાં યુવક પર હિચકારો હુમલો, સારવાર દરમિયાન યુવકનું મોત
- Andhra Pradesh Crime: વિશાખાપટ્ટનમમાં 14 વર્ષની સગીરા પર સામુહિક બળાત્કાર