મુંબઈ:મહારાષ્ટ્રમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મુંબઈના માલવાણી પોલીસ સ્ટેશન હેઠળની પાસ્કલ વાડીમાં ટામેટાં (Rat Poison on Tamato)ખાવાથી મહિલાનું મોત થયું હતું. પોલીસનું કહેવું છે કે મહિલાએ ઉંદરોને મારવા માટે કેટલાક ટામેટાંમાં ઝેર ભેળવી દીધું હતું. દરમિયાન, જ્યારે તે રસોડામાં રસોઇ કરી રહી હતી ત્યારે ટીવી જોતી વખતે, મહિલાએ (Mumbai police Tamato) અજાણતાં તેના ખોરાકમાં ઝેરી ટામેટાંનો (Tamato Poison) ઉપયોગ કર્યો હતો. આ પછી તે પહેલીવાર આ જ શાક ખાધા પછી તે અસ્વસ્થ થઈ ગઈ. આ શાકમાં ઝેરી ટમેટાંનો ઉપયોગ કરાયો હતો. જેના કારણે મહિલાનું મૃત્યું થયું છે.
આ પણ વાંચો: અમદાવાદમાંથી 6 CNG રીક્ષાની ચોરીનો પાટણ LCBએ ભેદ ઉકેલ્યો
સારવાર દરમિયાન નિધન: મહિલાની તબિયત લથડતા તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ તેને કૂપર હોસ્પિટલમાં વધુ સારવાર માટે રીફર કર્યો હતો. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યું નીપજ્યું હતું. આ કેસની તપાસ કરી રહેલા માલવણી પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી PSI મુસા દેવર્ષીએ જણાવ્યું કે મહિલાના ઘરમાં ઘણા બધા ઉંદરો હતા. તેનાથી પરેશાન થઈને મહિલાએ રસોડામાં ઉંદર મારવાની દવા ટામેટાંમાં નાંખી દીધી હતી. જ્યારે તે રસોડામાં ખોરાક બનાવવા ગઈ ત્યારે તેણે ભૂલથી ઝેરી ટામેટાંનો ઉપયોગ કર્યો. તે જ શાક ખાધું. તેણે ખાઈ લીધું હતું. જેના લીધે એનું મૃત્યું થયું હતું.
આ પણ વાંચો: નજીવી બાબતે બન્ને જૂથો વચ્ચે તકરાર થતા મહિલા સાથે કરાયું અભદ્ર વર્તન
પોલીસે નિવેદન લીધું: આ મહિલાની ઉંમર 35 વર્ષની હતી. તે પોતાના પતિ અને દીયર સાથે એક જ મકાનમાં રહેતી હતી. પોલીસે જણાવ્યું હતું કે, જ્યારે આ મહિલાએ આ શાક ખાધુ ત્યારે એના ઘરમાં પતિ કે દીયર ન હતા. એક અઠવાડિયા સુધી એની સારવાર ચાલું રહી હતી. મહિલાએ પોલીસ નિવેદનમાં એવું પણ કહ્યું હતું કે, ટીવી જોતા જોતાં એ ટમેટા કાપી રહી હતી. એ દરમિયાન એક ટમેટું શાકમાં નાંખી ખાઈ લીધું હતું.