ધનબાદ:ઝારખંડના ધનબાદ જિલ્લાના નિરસા પોલીસ સ્ટેશન વિસ્તારની વિદ્યાસાગર કોલોનીમાં બુધવારે રાત્રે એક 27 વર્ષીય મહિલાએ કથિત રીતે અંધશ્રદ્ધાથી આત્મહત્યા કરી લીધી હતી. મૃતકની ઓળખ સંગીતા દેવી તરીકે થઈ છે, જે તેના પુત્ર સાથે સાહિન શર્માના ઘરે ભાડાના મકાનમાં રહેતી હતી. મોડી રાત્રે તે એક રૂમમાં લટકતી હાલતમાં મળી આવી (Woman committed suicide ) હતી. મૃતકના પતિ રાજુ કુમાર ચૌહાણ ITBPમાં કામ કરે છે અને હાલ તે ઉત્તરાખંડમાં પોસ્ટેડ છે.
આ પણ વાંચો:દરબાર સાહિબના દર્શને આવેલા વૃદ્ધને માર મારતો વીડિયો વાયરલ
જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. મૃતકના 8 વર્ષીય પુત્ર આનંદ ચૌહાણે જણાવ્યું કે, રાત્રિભોજન કર્યા બાદ તેની માતા બીજા રૂમમાં હતી ત્યારે તાંત્રિક બાબા (suicide after being deceived by Tantrik) સાથે વીડિયો કોલ પર વાત કરી રહી હતી. આનંદ જ્યારે અચાનક તેની માતાના રૂમમાં પ્રવેશ્યો ત્યારે તેની માતાને લટકતી જોઈને તે ચોંકી ગયો અને જોરથી ચીસો પાડવા લાગ્યો.