ચંદીગઢ:પંજાબ પોલીસે ભાગેડુ અલગતાવાદી અમૃતપાલ સિંહ અને તેના સહયોગીને આશ્રય આપવાના આરોપમાં પટિયાલાથી એક મહિલાની ધરપકડ કરી છે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે અમૃતપાલ અને તેના સહયોગી પાપલપ્રીત સિંહ 19 માર્ચે પટિયાલાના હરગોબિંદ નગરમાં બલબીર કૌરના ઘરે કથિત રીતે રોકાયા હતા. પોલીસે જણાવ્યું હતું કે બલબીર કૌરે કથિત રીતે અમૃતપાલ અને પાપલપ્રીતને પાંચથી છ કલાક સુધી આશ્રય આપ્યો હતો, ત્યારબાદ તેઓ હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના શાહબાદ જવા રવાના થયા હતા.
Amritpal Singh Case : ફરાર અલગતાવાદી અમૃતપાલ સિંહને આશ્રય આપવા બદલ પટિયાલામાં મહિલાની ધરપકડ - Woman arrested in Patiala in Amritpal Singh Case
ભાગેડુ અલગતાવાદી અમૃતપાલ સિંહની ધરપકડ કરવા માટે પોલીસ સતત દરોડા પાડી રહી છે. આ ક્રમમાં તેણે પટિયાલામાંથી એક મહિલાની અટકાયત કરી છે. તેના પર અમૃતપાલ સિંહને આશ્રય આપવાનો આરોપ છે.
અમૃતપાલ કયારથી છે ફરાર: અમૃતપાલ 18 માર્ચથી ફરાર છે, જ્યારે પોલીસે તેની અને 'વારિસ પંજાબ દે' સંગઠનના તત્વો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. પંજાબના જલનઘર જિલ્લામાં પોલીસે તેને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું, પરંતુ અમૃતપાલ પોલીસને ચકમો આપીને ભાગી ગયો હતો. શનિવારે પાટિલયામાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા જેમાં અમૃતપાલ જેકેટ અને ટ્રાઉઝર પહેરીને મોબાઈલ ફોન પર વાત કરતો જોવા મળે છે. ફૂટેજમાં અમૃતપાલને બેગ પકડીને જોઈ શકાય છે અને તેણે પોતાનો ચહેરો સફેદ કપડાથી ઢાંક્યો છે. ફૂટેજમાં પપલપ્રીત પણ દેખાઈ રહી છે.
આ પણ વાંચો:Rahul Gandhi Twitter: રાહુલ ગાંધીએ પોતાની ટ્વિટર પ્રોફાઇલ બદલી, લખ્યું - DisQualified MP
કોની કરાઈ ધરપકડ:બીજા ફૂટેજમાં અમૃતપાલ સનગ્લાસ પહેરીને રસ્તા પર ચાલતી વખતે ફોન પર વાત કરતો જોવા મળે છે. બલબીર કૌર અમૃતપાલને આશરો આપવા બદલ ધરપકડ કરાયેલી બીજી મહિલા છે. આ પહેલા બલજીત કૌર નામની અન્ય એક મહિલાને અમૃતપાલ અને પાપલપ્રીતને શાહબાદમાં તેના ઘરે આશ્રય આપવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ખન્ના પોલીસે અમૃતપાલના સહયોગી તેજિંદર સિંહ ગિલ ઉર્ફે ગોરખા બાબાને આશ્રય આપવાના આરોપમાં શનિવારે બળવંત સિંહ નામના વ્યક્તિની પણ ધરપકડ કરી હતી.