નવી દિલ્હીઃપૂર્વ દિલ્હીના શાહદરા જિલ્લાના રોહતાશનગર વિસ્તારમાંથી પતિ-પત્નીના સંબંધોને શરમજનક બનાવતી એક ઘટના સામે આવી છે. એક મહિલાના પતિએ તેના પર પોર્ન વીડિયો જોવા માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલા સાથે તે સૃષ્ટિ વિરૂદ્ધનું કાર્ય કરતો હતો. મહિલાએ તેના પતિ અને સાસરિયાઓ પર માનસિક અને શારીરિક દબાણ તેમજ દહેજની માંગનો આરોપ લગાવ્યો છે. શાહદરા પોલીસ સ્ટેશને મહિલાની ફરિયાદ પર કેસ નોંધી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.
Delhi Crime Case:જબરદસ્તીથી પોર્ન ફિલ્મ દેખાડી પતિએ પત્ની પર કર્યું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય -
રાજધાની દિલ્હીના શાહદરા જિલ્લાના રોહતાશ નગરમાં એક મહિલાએ તેના પતિ પર બળજબરીથી પોર્ન બતાવવાનો અને તેની સાથે અકુદરતી સેક્સ કરવાનો આરોપ લગાવ્યો છે. પીડિતાના નિવેદન પર કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં હાલ કોઈ ધરપકડ કરવામાં આવી નથી.
શું કહે છે પોલીસ અધિકારીઃશાહદરા જિલ્લાના ડીસીપી રોહિત મીનાએ જણાવ્યું કે, રોહતાશ નગર વિસ્તારની 30 વર્ષીય મહિલાની ફરિયાદ પર તારીખ 3 જુલાઈના રોજ પોલીસ સ્ટેશન શાહદરામાં કલમ 498A/406/377/34 IPC અને 4 દહેજ પ્રતિબંધ કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પીડિતાએ પોતાની ફરિયાદમાં તેના પતિ અને સાસરિયા પરિવારના અન્ય સભ્યો સામે દહેજની માંગણી, માનસિક અને શારીરિક ઉત્પીડનના આક્ષેપો કર્યા છે.
ગંભીર આરોપ લગાવ્યોઃ મહિલાએ તેના પતિ પર એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેનો પતિ હંમેશા તેને પોર્ન જોવા માટે દબાણ કરે છે. એટલું જ નહીં, તે તેની સાથે અકુદરતી સેક્સ કરે છે. મહિલાએ તેના પતિને પોર્ન એડિક્ટ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે કેસની તપાસ હજુ પ્રારંભિક તબક્કામાં છે. સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે. આ મામલે આગળની જરૂરી કાર્યવાહી માટે ડિજિટલ પુરાવા અને અન્ય પુરાવા મેળવવામાં આવી રહ્યા છે. જોકે, મહિલા પર થતા અત્યાચારની ક્રાઈમ ફાઈલ્સ નવી દિલ્હી શહેરમાં નવી નથી. આ પહેલા પણ આ પ્રકારના કેસ સામે આવતા ચરચાર મચી જવી પામી છે.