પ્રયાગરાજ : સંગમ શહેર પ્રયાગરાજના ધુમાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના સુલેમ સરાય વિસ્તારમાં શુક્રવારે ધોળા દિવસે BSP ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરોએ ઉમેશ પાલને ગોળી મારી દીધી હતી. આ સાથે હુમલાખોરોએ બે પોલીસકર્મીઓ પર પણ ગોળીબાર કર્યો હતો. સ્વરૂપ રાની નહેરુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઉમેશ પાલનાનું મૃત્યું થયું હતું. બંને પોલીસકર્મીઓની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. પોલીસ કમિશનરે આ ઘટનામાં ઉમેશ પાલની મૃત્યુની પુષ્ટિ કરી છે, જ્યારે તેમણે બે કોન્સ્ટેબલના ઈજાગ્રસ્ત થવા વિશે જણાવ્યું છે. આ સાથે તેમણે જણાવ્યું કે, ઈજાગ્રસ્ત થયેલા બંને જવાનોની હાલત ગંભીર છે, જેમની સારવાર ચાલી રહી છે.
હવામાં ગોળીબાર કરી બદમાશો ભાગ્યા : ઘટનાની માહિતી મળતાં જ પોલીસ કમિશનર રમિત શર્મા અને અન્ય પોલીસ અધિકારીઓ અનેક પોલીસ સ્ટેશનોની ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઉમેશ પાલને કોણે અને શા માટે ગોળી મારી તે હજુ જાણી શકાયું નથી. પ્રારંભિક માહિતી અનુસાર, ઉમેશ પાલના ઘરમાં ઘૂસ્યા બાદ નિર્ભય બદમાશોએ તેમના પર ગોળીઓ ચલાવી હતી. ઉમેશ પાલ પર હુમલો કર્યા બાદ બદમાશો હવામાં ગોળીબાર કરતા સ્થળ પરથી ભાગી ગયા હતા. હાલ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ગુનેગારોની શોધખોળ શરૂ કરી છે. જોકે, આ ઘટના કોણે અને શા માટે અંજામ આપ્યો તે અંગે હજુ સુધી પોલીસ તરફથી કંઈ જાણવા મળ્યું નથી. પરિવારના સભ્યો પણ કંઈ બોલતા નથી.
આ પણ વાંચો :પ્રયાગરાજ હિંસા: મુખ્ય આરોપી જાવેદ પંપના ઘર પર ચાલ્યું બાબાનું બુલડોઝર, પોલીસ ફોર્સ તૈનાત