- વોટ્સએપ તેની નવી ગોપનીયતા નીતિ પાછી ખેંચે
- સરકારે વોટસએપને નોટિસનો જવાબ આપવા માટે 7 દિવસનો સમય આપ્યો
- ભારતીય કાયદા અને નિયમોની ઘણી જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું
નવી દિલ્હી: ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે વોટ્સએપને તેની નવી ગોપનીયતા નીતિ પાછી ખેંચવાનો નિર્દેશ આપ્યો છે.
આ પણ વાંચો: અરે વાહ... આજથી વોટ્સએપથી પણ પૈસા ટ્રાન્સફર થઈ શકશે
ભારતીય નાગરિકોના હક્કોને નુકસાન પહોંચાડે છે
સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે IT મંત્રાલય માને છે કે, ગોપનીયતા નીતિમાં પરિવર્તન ગુપ્તતા અને ડેટા સલામતીના મૂલ્યોને નુકસાન પહોંચાડે છે અને ભારતીય નાગરિકોના હક્કોને નુકસાન પહોંચાડે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકારે વોટસએપને નોટિસનો જવાબ આપવા માટે 7 દિવસનો સમય આપ્યો છે અને જો સંતોષકારક જવાબ નહીં મળે તો કાયદા મુજબ જરૂરી પગલા લેવામાં આવશે.
આ પણ વાંચો:દેશના આઇ ટી મંત્રાલય દ્વારા વોટ્સએપને નવી પ્રાઈવસી પોલિસી લાગુ ન કરવા આદેશ
સરકાર ભારતીય કાયદા હેઠળ ઉપલબ્ધ વિવિધ વિકલ્પો પર વિચાર કરશે
તેમણે કહ્યું કે, 18 મેના રોજ વોટ્સએપ પર મોકલવામાં આવેલી નોટિસમાં મંત્રાલયે ફરી એકવાર મેસેજિંગ એપ્લિકેશનને તેની ગોપનીયતા નીતિ 2021 પાછો ખેંચવા કહ્યું છે. મંત્રાલયે તેની નોટિસમાં જણાવ્યું છે કે, એક રીતે WhatsAppની નવી ગોપનીયતા નીતિએ હાલના ભારતીય કાયદા અને નિયમોની ઘણી જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતીય નાગરિકોના હક્કો અને હિતોની સુરક્ષા માટે સરકાર ભારતીય કાયદા હેઠળ ઉપલબ્ધ વિવિધ વિકલ્પો પર વિચાર કરશે.