ન્યુઝ ડેસ્ક:જો ઘરમાં કોઈએ તંત્ર-મંત્ર(black magic) કરી દીધું હોય તો, ઘરમાં હંમેશા કલેશની સ્થિતિ બની રહે છે અને એ સિવાય ઘરમાં પૈસા રહેતા નથી. જો આવી સ્થિતિ બનીને રહે તો જાવિત્રી, ગાયત્રી અને કેસરને એકસાથે મિક્સ કરીને તેમાં ગૂગળ ઉમેરો અને આ મિશ્રણથી ધૂપને 21 દિવસ સુધી દરરોજ સાંજે સળગાવો. આ ટોટકો કરવાથી ઘરમાં સુખ-શાંતિ (how to keep positive energy in house) આવે છે.
આ ટોટકો અપનાવાથી ઘરમા નહી રહે નકારાત્મક ઉર્જા - Importance of Puja and Aarti in Hinduism
આપણા હિંદુ ધર્મમાં પૂજા અને આરતીનું ઘણું મહત્વ (Importance of Puja and Aarti in Hinduism) છે અને આપણે બધા દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે આરતી સમયે ધૂપ-દીપ પ્રગટાવીએ છીએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો ઘરમાં નિયમિત રીતે પૂજા-આરતી કરીને ધૂપ કે દીવો પ્રગટાવવામાં (Astrology news) આવે તો ઘરમાંથી બધી જ નકારાત્મક ઉર્જા (Negative Energy) દૂર થાય છે અને ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.
ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર: એક વાસણમાં ધૂપ સળગાવો અને જ્યારે ધૂપ સળગી જાય એ પછી તેના ધુમાડાને ઘરના દરેક ખૂણામાં ફેરવો. આ ટોટકો કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા (Astrology news) દૂર થાય છે. ઘરમાંથી નેગેટિવ એનર્જી દૂર કરવા માટે પીળી સરસવ, ગુગળ, ધૂપ અને ગૌઘૃતને એકસાથે ભેળવીને ધૂપ કરો. આ ટોટકો સતત 21 દિવસ સુધી કરો. ઘરમાં ગુરુવાર અને રવિવારે ધૂપ, ગોળ અને ઘીને મિક્સ કરીને સળગાવો. જણાવી દઈએ કે, તેમાંથી નીકળતા ધુમાડાથી ઘરમાં ખુશીઓ આવે છે અને પરિવારના સભ્યોમાં પ્રેમ વધે છે. ઘરમાં ધૂપ, ગુગળ, કપૂર, ઘી અને ચંદન એકસાથે સળગાવો અને તેના ધુમાડો ઘરની ચારે બાજુ ફેલાવો. આમ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
સકારાત્મક ઉર્જા ક્યાંથી પ્રવેશે: પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય આપણા ઘરના રસોડા સાથે જોડાયેલું છે. કહેવાય છે કે, જો ગેસ સાફ ન કરવામાં આવે તો તેની અસર ઘરના સભ્યો પર પડે છે અને તેઓ બીમાર થઈ શકે છે. ઘરના રૂમને સુગંધિત કરવા અને નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે તમે અગરબત્તી પ્રગટાવી શકો છો. તેમને બાળવાથી તમને સારી ઊંઘ પણ આવશે. તમારા રૂમમાં રહેલી નકારાત્મક ઉર્જા ગાયબ થઈ જાય છે. ઘરમાં દરરોજ ઓછામાં ઓછી એક મીણબત્તી પ્રગટાવવાથી લાભ થાય છે. ખાસ કરીને યોગ અથવા ધ્યાન દરમિયાન મીણબત્તી પ્રગટાવવી ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી એકાગ્રતા વધે છે અને મનને શાંતિ મળે છે. ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે, ઘર અંદરથી સંપૂર્ણ રીતે ઝળહળતું હોય છે, પરંતુ મુખ્ય પ્રવેશદ્વાર પર સ્વચ્છતા દેખાતી નથી. તેના બદલે મુખ્ય દરવાજો હંમેશા સાફ રાખવો જોઈએ કારણ કે, ત્યાંથી સકારાત્મક ઉર્જા (positive energy) પ્રવેશ કરે છે.