દિલ્હી: ભારતીય સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. 26 ડિસેમ્બર સુધી આ સત્ર ચાલશે. વડાપ્રધાન મોદીએ શિયાળુ સત્ર 2022ની શરૂઆત પહેલા વિપક્ષને હોબાળો ન કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું શિયાળુ સત્રનો આજે પહેલો દિવસ છે. સંસદમાં ચર્ચા થવી લોકતંત્ર માટે ખૂબ જ જરૂરી છે. યુવા સાંસદો વધુ ચર્ચામાં ભાગ લે તે મહત્વનું છે. આ સત્રમાં મહત્વના નિર્ણયો લેવામાં આવશે. 15 ઓગસ્ટે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા અને આપણે આઝાદીના અમૃતમાં આગળ વધી રહ્યા છીએ. આપણે એવા સમયે મળી રહ્યા છીએ જ્યારે ભારતને G20ની અધ્યક્ષતાની તક મળી છે.
16 નવા બિલ રજૂ થશે:સરકાર આ અવસર પર ઘણા મહત્વપૂર્ણ બિલ રજૂ કરવા જઈ રહી છે. આ સાથે નેશનલ નર્સિંગ કમિશન સંબંધિત બિલ પણ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. જેમાં નેશનલ નર્સિંગ કમિશન (NNMC) ની સ્થાપના કરવા અને ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ એક્ટ, 1947ને રદ કરવાનો પ્રસ્તાવ છે. બહુ-રાજ્ય સહકારી મંડળીઓ (સુધારા) બિલ, 2022 સહકારી સંસ્થાઓમાં શાસનને મજબૂત બનાવવા, પારદર્શિતા અને જવાબદારી વધારવા અને ચૂંટણી પ્રક્રિયામાં સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે રજૂ કરવામાં આવી રહ્યું છે.