- અભિનંદનને રાષ્ટ્રપતિના હસ્તે 'વીરચક્ર' મળ્યું
- સમારોહમાં તેમને 'વીરચક્ર' આપીને સન્માનિત કરાયા
- સાંસદ અયાઝ સાદિકે સનસનાટીભર્યો ખુલાસો કર્યો
નવી દિલ્લી: યુદ્ધ દરમિયાન પાકિસ્તાની F-16 ફાઇટર જેટને મારનાર અભિનંદન વર્ધમાનને સોમવારના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ( Rastrapati Ramnath covind) દ્વારા સુશોભન સમારોહમાં તેમને વીરચક્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. યુદ્ધ સમયે આપવામાં આવતો આ ત્રીજો સર્વોચ્ચ પુરસ્કાર છે. 27 ફેબ્રુઆરી જમ્મુ-કાશમીરમાં રાજૌરી-મેંઢોરના સેક્ટરમાં લાઇન ઓફ કંટ્રોલ (LOC) ઉપર પાકિસ્તાની ફાઇટર જેટને અટકાવવામાં આવ્યા હતા. ત્યારબાદ, વિંગ કમાન્ડર અભિનંદનનું (Wing Comander Abhinandan) મિગ-21 બાઇસન પ્લેન પાકિસ્તાની F-16 એરક્રાફ્ટ સાથે ડોગફાઇટ કરતી વખતે ક્રેશ થયું અને તે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (પીઓકે) બોર્ડર પર પહોંચ્યો, જયાં તેમણે પેરાશૂટની મદદથી લેન્ડિંગ કર્યું હતું. પરંતુ ત્યાં તેમના પર પાકિસ્તાન તરફથી હુમલો કરવાામાં આવ્યો હતો ત્યાં તરત જ પાકિસ્તાન સૈનિકોએ કમાંડર અભિનંદનને પકડી પાડ્યો હતો, તેના દ્વારા અભિનંદનનો એક વીડિયો પણ જાહેર કરાયો હતો. જેમાં તેની આંખ ઉપર પાટા બાંધેલા અને લોહીથી લથપથ જોવા મળ્યા હતા. પાકિસ્તાને તેને સતત ત્રણ દિવસ સુધી બંધક બનાવી રાખ્યો હતો.
આ પણ વાંચો:પઠાણકોટ આર્મી કેમ્પ પાસે ગ્રેનેડ હુમલો, હાઈએલર્ટ જાહેર
સાંસદ અયાઝ સાદિકે સનસનાટીભર્યો ખુલાસો કર્યો