હૈદરાબાદ :રિખુલી દેવી પંચાયત પ્રધાન છે. તેઓ બીજી વખત પંચાયત પ્રધાન બન્યા છે. પરંતુ પંચાયતનું કામ તેમના પતિ સંભાળે છે. રિખુલી દેવી ચૂંટણી જીત્યા હોવા છતાં પંચાયતમાં દરેક વ્યક્તિ તેઓના પતિને સરપંચ માને છે. અહીં પંચાયત પ્રધાનનું નામ કાલ્પનિક હોઈ શકે છે. પરંતુ આ વાત દેશની વાસ્તવિકતાનો એક ભાગ છે. જ્યાં પંચાયતી રાજ સંસ્થાઓમાં અનામત મળ્યાના લગભગ 30 વર્ષ પછી પણ મહિલા પ્રતિનિધિઓ હાંસિયા પર ઉભી છે. લગભગ એક દાયકા બાદ દેશની સૌથી મોટી પંચાયતમાં ફરી એકવાર મહિલા અનામતનો પડઘો પડ્યો છે. પરંતુ સવાલ એ છે કે મહિલા અનામત બિલને નારી શક્તિ વંદન અધિનિયમ કહેવાથી શું બદલાશે ? કારણ કે અહીં પ્રશ્ન એ જ રાજકારણીઓના છે જે મહિલાઓના હકની ચર્ચા કરી રહ્યા છે.
મહિલા અનામતથી શું બદલાશે : મહિલા અનામત અધિનિયમનો 2024 ની લોકસભા ચૂંટણીમાં અમલ નહીં થાય. પરંતુ જ્યારે પણ તે લાગુ થશે ત્યારે દેશની સંસદ અને વિધાનસભાઓમાં મહિલા સાંસદ અને ધારાસભ્યોની સંખ્યા વધીને 33.33 ટકા થશે. હાલની 543 સાંસદ ધરાવતી લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા વધીને 181 થશે.
SC-ST મહિલા અનામત : તેવી જ રીતે SC-ST મહિલાઓને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકોમાં હિસ્સો મળશે. હાલમાં લોકસભામાં 84 બેઠકો SC અને 47 બેઠકો ST માટે અનામત છે. મહિલા આરક્ષણના અમલ પછી આ 131 બેઠકોમાંથી ત્રીજા ભાગ એટલે કે 44 બેઠકો SC-ST મહિલાઓ માટે અનામત રહેશે. આ 543 માંથી 181 બેઠકો સિવાય બાકીની 362 બેઠકો પર કોઈપણ પુરુષ કે મહિલા ચૂંટણી લડી શકે છે. જોકે મહિલા અનામતનો આ કાયદો માત્ર લોકસભા અને રાજ્યની વિધાનસભાઓ માટે જ રહેશે. રાજ્યસભા અને વિધાન પરિષદ તેના કાર્યક્ષેત્રની બહાર રહેશે.
પુરુષોનું વર્ચસ્વ :અત્યારે મહિલાઓ કોઈપણ ક્ષેત્રમાં પુરૂષોથી ઓછી નથી. એટલું જ મોટું સત્ય એ પણ છે કે દેશનો સમાજ પુરુષપ્રધાન રહ્યો છે. રાજકારણ પણ તેનાથી અછૂતું રહ્યું નથી. એપ્રિલ 1993માં દેશના બંધારણમાં સુધારો કરીને પંચાયત સ્તરે મહિલાઓને એક તૃતીયાંશ અનામત આપવામાં આવી હતી. પરંતુ 30 વર્ષ પછી પણ પ્રધાન પતિની વ્યવસ્થા પરંપરા બની ગઈ છે. કારણ કે ઘણા રાજ્યોમાં આવા ઉદાહરણો છે જ્યાં ચૂંટણી મહિલા પ્રતિનિધિના ચહેરા પર થઈ હતી. પરંતુ જીત્યા પછી નિર્ણય પુરુષો દ્વારા લેવામાં આવે છે. પંચાયતથી માંડીને નગરપાલિકા અને શહેર પરિષદ સુધી મહિલાઓ માટે અનામત છે. પંચાયતી રાજ સંસ્થાઓમાં મહિલાઓ માટે અનામત 33 ટકાથી વધીને 50 ટકા થઈ છે. જેના કારણે પંચાયતોમાં મહિલાઓની હિસ્સેદારી વધી છે. પરંતુ ભાગીદારીમાં પુરુષોનું વર્ચસ્વ છે. સવાલ એ છે કે આવી સિસ્ટમનો ફાયદો શું ?
પ્રધાનપતિ પ્રથા : આ સવાલ એવા રાજકીય પક્ષો પર પણ ઊભો થાય છે જેમણે ક્યારેય આ સિસ્ટમનો ખુલ્લેઆમ વિરોધ કર્યો નથી. જોકે, વર્તમાન મહિલા અનામત અધિનિયમમાં જે રીતે રાજકીય ક્ષેત્ર દ્વારા મહિલાઓના ભાગીદારીને સમર્થન મળી રહ્યું છે, તે રીતે અગાઉ ક્યારેય સમર્થન મળ્યું નથી. આજે દરેક રાજકીય પક્ષ મહિલાઓના સાચા સહયોગી બની ગયા હોય તેવું લાગે છે. પરંતુ સંસદ અને વિધાનસભાઓમાં મહિલા પ્રતિનિધિઓની સંખ્યાથી હકીકતની આપણને જાણ થાય છે. 2019ની લોકસભા ચૂંટણીમાં કુલ 78 મહિલા સાંસદ સંસદમાં પહોંચ્યા, જે કુલ 543 બેઠકોમાંથી 14 ટકા છે. રાજ્યની વિધાનસભાઓના આંકડા રાજકીય પક્ષોને હકીકત બતાવે છે. 28 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની મોટાભાગની વિધાનસભાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ 10 ટકાથી ઓછું છે. જ્યાં આંકડો વધુ સારો છે, ત્યાં મહિલાઓનો હિસ્સો 15 ટકા સુધી પહોંચે ત્યાં સુધીમાં હાંફવા માંડે છે.
શું નેપોટિઝમનો અંત આવશે ?આ એક એવો મુદ્દો છે કે જેના પર રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપબાજી કરે છે. પરંતુ પરિવારવાદ બધા માટે સારો છે. સવાલ એ છે કે શું મહિલા અનામત બાદ પરિવારવાદ ખતમ થશે ? વાસ્તવમાં, નિષ્ણાતો માને છે કે મહિલા આરક્ષણના અમલ પછી સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની બેઠકો મહિલાઓની વસ્તી, અનામત રોસ્ટર અને પછી સીમાંકનના આધારે બદલાતી રહેશે. આવી સ્થિતિમાં શક્ય છે કે સતત બે ચૂંટણીમાં એક બેઠક મહિલા માટે આરક્ષિત થાય નહી. આવી સ્થિતિમાં નેપોટિઝમનો મુદ્દો ખતમ થવાના માર્ગ જણાઈ રહ્યો છે. પરંતુ આ રાજકીય પક્ષો પર પણ નિર્ભર રહેશે. એવું ન થવું જોઈએ કે, એક વખત રાજકીય પક્ષો નેતાજી અને તેમના પુત્રને ટિકિટ આપે અને પછીની વખતે મહિલા અનામત અનુસાર નેતાજીની પત્ની અને પુત્રીને ટિકિટ આપવામાં આવે.
શું 15 વર્ષનું અનામત પૂરતું છે ? મહિલા આરક્ષણ બિલ પાસ થતા આગામી 15 વર્ષ સુધી મહિલાઓને અનામત મળશે. સવાલ એ ઉઠી રહ્યો છે કે શું 15 વર્ષ સુધી મહિલાઓ માટે અનામત પુરતી રહેશે ? છત્તીસગઢ રાજ્ય ચૂંટણીપંચના ભૂતપૂર્વ કમિશનર અને નિવૃત્ત IAS ડો. સુશીલ ત્રિવેદીના મતે મહિલા આરક્ષણને અનામતની જેમ નાબૂદ કરવું શક્ય નથી. મહિલા અનામત બિલ 15 વર્ષ માટે લાવવામાં આવી રહ્યું છે. એક તૃતીયાંશ આરક્ષણ હેઠળ દરેક પાંચ વર્ષની ત્રણ મુદત પછી એક વર્તુળ પૂર્ણ થશે. ત્યારબાદ આ કાયદાને લંબાવવાનો નિર્ણય સંસદમાં લેવામાં આવશે. જેમ કે આરક્ષણ અંગે દર 10 વર્ષે નિર્ણય લેવામાં આવે છે. જ્યારે બંધારણ બન્યું ત્યારે 10 વર્ષ સુધી અનામત લાગુ કરવામાં આવ્યું અને બાદમાં પુનર્વિચારની વાત થઈ હતી. પરંતુ તેનો અંત આવ્યો નથી અને આજ સુધી ચાલુ છે. આજે અનામત ભારતીય રાજકારણ અને સમાજનું અભિન્ન અંગ બની ગયું છે. એકવાર આરક્ષણ લાગુ થઈ જાય પછી તેને ખતમ કરવું શક્ય નથી.
આદર્શ પરિવર્તન અથવા કામચલાઉ ઉકેલ ? દેશ અને રાજ્યની સરકાર ચૂંટવામાં મહિલાઓની ભાગીદારી પુરૂષો જેટલી છે. ઘણા રાજ્યોમાં પુરુષો કરતાં વધુ મહિલાઓ મતદાન કરે છે. પંચાયતથી લઈને સ્થાનિક સંસ્થાઓમાં મહિલાઓને અનામત આપવામાં આવી છે. પરંતુ પહેલીવાર દેશ અને રાજ્યની સૌથી મોટી પંચાયત એટલે કે સંસદ અને વિધાનસભામાં મહિલાઓની હિસ્સેદારી અને ભાગીદારીની વાત થઈ રહી છે. પરંતુ જે રીતે મોટાભાગના રાજકીય પક્ષો મહિલા અનામતના સમર્થનમાં એક સારી નીતિમાં ચર્ચા કરે છે. તે જ રીતે તેને પણ સારા ઈરાદા સાથે અમલમાં મૂકવાની જરૂર છે. કારણ કે ભારતીય રાજનીતિ માટે આદર્શ પરિવર્તન લાવવાનો અવસર છે. જેના દ્વારા રાજકારણ પરના પુરુષ વર્ચસ્વ કે જાતીય અસમાનતા અને પરિવારવાદના ડાઘને ધોઈ શકાય. નિષ્ણાતો માને છે કે, સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓની હિસ્સેદારીમાં ઘટાડો થવા માટે રાજકીય પક્ષો જવાબદાર છે. ઉપરાંત આદર્શ પરિવર્તન લાવવાની જવાબદારી પણ તેમના પર છે. જો સારી નીતિને સારા ઈરાદા સાથે અમલમાં મૂકવામાં આવે તો તે એક કાંકરે અનેક પક્ષીઓને મારી શકાય છે. નહીં તો આ પહેલ પણ કામચલાઉ ઉકેલ બનીને રહી જશે.
- Women Reservation Bill : સંસદમાં 33 ટકા મહિલા અનામત બિલ પસાર, ભાજપ મહિલા મોરચા દ્વારા રાજ્યભરમાં ઉજવણી
- Common University Bill : કોમન યુનિવર્સિટી બિલ આવશે તો શું થશે ફેરફારો, જૂઓ ETV ભારતના વિશેષ એહવાલમાં