ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટનું ખાનગીકરણ પ્રજા સ્વીકારશે ખરી ? - VSP Privatisation

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટના પાયા નખાયા તેને પાંચ દાયકા થઈ ગયા છે. તેલુગુ પ્રજાએ પ્લાન્ટ બનતો અટકાવવા માટે લાંબો સંઘર્ષ કર્યો હતો અને બલીદાનો આપ્યા તે પછી આ પ્લાન્ટ બન્યો હતો. યોજના સામેના અનેક અવરોધોને હટાવીને આખરે 1992માં તેમાં ઉત્પાદન શરૂ થયું અને તે વખતના વડા પ્રધાન પી. વી. નરસિંહ રાવે તેને દેશને સમર્પિત કર્યો હતો. હવે આ પ્લાન્ટનું ખાનગીકરણ કરી નાખવાના સરકારના નિર્ણયને પચાવવો પ્રજા માટે અઘરો છે.

વિશાખાપટ્ટનમ
વિશાખાપટ્ટનમ

By

Published : Feb 12, 2021, 5:01 PM IST

હૈદરાબાદ: વિશાખાપટ્ટનમ પોલાદ કારખાનું જાહેર ક્ષેત્રના નવ રત્નોમાંનું એક છે. 2002થી 2015 સુધીમાં જુદા જુદા માધ્યમથી રાજ્ય અને કેન્દ્રની સરકારોને આ કારખાનામાંથી 42,000 કરોડ રૂપિયાની આવક થઈ છે. છેલ્લા ત્રણ વર્ષથી શા માટે આ એકમ ખોટ કરતું થયું છે તેના કારણો સમજાતા નથી. કારખાનું ખોટ કરવા લાગ્યું છે તે બહાને તેને ખાનગી ઉદ્યોગપતિના હાથમાં વેચી નાખવાની વાત લોકો માટે આઘાતજનક છે.

તે વખતે જાહેર હિતના નામે સરકારે 22,000 એકર જમીન લેન્ડ એક્વિઝિશન ઍક્ટ હેઠળ એકત્રિત કરી હતી. ખેડૂતો પાસેથી ત્યારે બહુ સસ્તા ભાવે જમીન પડાવી લેવામાં આવી હતી. જમીનો હસ્તગત કરવામં આવી ત્યારે સૌથી સારો જે ભાવ અપાયો હતો તે એક એકરના માત્ર 20,000 રૂપિયા હતા. આજે એ જ જમીનની કિંમત વધીને પાંચ કરોડ એક એકરની થઈ ગઈ છે. માત્ર જમીનનું મૂલ્ય ગણીએ તો પણ આ કારખાનાની કિંમત બે લાખ કરોડ રૂપિયાની થઈ જાય છે.

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં એક લાખથી વધુ લોકોને સીધી કે આડકતરી રોજગારી મળી રહી છે. જમીન અધિગ્રહણ કરવામાં આવી ત્યારે જમીન ગુમાવનારા ખેડૂતોને વાયદાઓ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમાંથી બહુ ઓછા ફાયદા આપવામાં આવ્યા છે. પોલાદના કારખાનાને ચલાવવા માટે તેની પોતાની પોલાદની ખાણો હોવી જોઈએ. 2013માં પોલાદ મંત્રાલયે જાહેરાત કરી હતી કે ખમ્મમ જિલ્લામાં આવેલી બાયારામ પોલાદ ખાણ તે વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ માટે અનામત રાખવા તૈયાર છે. જોકે આ જાહેરાત કર્યા પછી કોઈ કાર્યવાહી થઈ નથી.

અત્યારે આ એકમ ખોટ કરી રહ્યું છે, કેમ કે તેણે કાચી પોલાદ ખુલ્લી બજારમાંથી 5200 ટનના ભાવે ખરીદવી પડે છે. આ સ્થિતિ માટે કેન્દ્ર સરકાર જ જવાબદાર છે. પોતાની જ માલિકીની ખાણ ના હોય ત્યારે પોલાદના કારખાના માટે ટકી જવું મુશ્કેલ હોય છે. 2007માં રાષ્ટ્રીય સ્ટીલ નીતિ જાહેર કરવામાં આવી ત્યારે આવો જ હેતુ દર્શાવાયો હતો. તે પાર પડ્યો નથી. આવા સંજોગોમાં કેન્દ્ર સરકારે કારખાનાનું ખાનગીકરણ કરવાના બદલે તેને મજબૂત બનાવવા અને તેના માટે અલગથી ખાણ ફાળવવા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ.

નેશનલ સ્ટીલ પૉલિસી હેઠળ આંતરરાષ્ટ્રીય ગુણવત્તા સાથેના 30 કરોડ સ્ટીલના વાર્ષિક ઉત્પાદનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સરકાર ભારત માલા, સાગર માલા અને જલ જીવન મિશન યોજનાઓ ચલાવે છે, તેના માટે જરૂરી લોખંડ આ કારખાના પાસેથી ખરીદવામાં આવે તો તેને ટકાવી શકાય છે. કોઈ પણ સેક્ટરમાં મુશ્કેલી આવી હોય ત્યારે શું ખાનગીકરણ એ એક માત્ર ઉપાય છે?

કેન્દ્ર સરકાર કહે છે કે તેણે નીતિ આયોગની ભલામણ પ્રમાણે ખાનગીકરણનો નિર્ણય કર્યો છે. પણ શું પદ્મભૂષણ સારસ્વત સમિતિએ આપેલા અહેવાલને સરકારે વાંચ્યો નથી? આ સમિતિએ જણાવ્યું છે કે ભારતમાં એક ટન સ્ટીલનું ઉત્પાદન કરવાનો ખર્ચ એક ટનના 320થી 340 ડૉલર સુધીનો છે. તેના પર વેરા, સેસ, રોયલ્ટી (જે વિશ્વમાં સૌથી ઊંચી છે) વગેરે ઉમેરવામાં આવે ત્યારે ભારતના સ્ટીલનો ભાવ એક ટનના 420 ડૉલર સુધી પહોંચી જાય છે. આવા સંજોગોમાં પોતાની પોલાદની ખાણ ના ધરાવતા એકમ માટે ટકી જવું કેટલું મુશ્કેલ છે તે સમજી શકાય છે.

મે 2017માં મોદી સરકારે નિર્ણય કર્યો હતો કે માળખાકીય સુવિધાના બધા પ્રોજેક્ટ્સ માટેનું સ્ટીલ જાહેર ક્ષેત્રના એકમો પાસેથી જ ખરીદવામાં આવશે. આવો નિર્ણય લીધા પછી હવે વિશાખાપટ્ટનમ જેવા સરકારી કારખાનાનું ખાનગીકરણ કરી દેવાનો શો અર્થ છે? એવા આક્ષેપો થઈ રહ્યા છે કે પોતાની માલિકીની ખાણો ધરાવતા પોલાદ એકમોએ કાર્ટેલ બનાવી છે અને સ્ટીલના ભાવોને વધારી દીધા છે. આ આક્ષેપોની કમ્પિટિશન કમિશન તરફથી તપાસ પણ થઈ રહી છે.

વિશાખાપટ્ટન સ્ટીલ પ્લાન્ટ એ કામધેનુ સમાન એકમ છે. તેના પર વિશ્વાસ રાખીને તેને ટકાવી રાખવો જોઈએ. તેનું સંવર્ધન કરવાને બદલે તેને ખાનગી ઉદ્યોગપતિઓને વેચી દેવાની વાત રાષ્ટ્રીય હિતોનું અહિત કરનારી છે. હિન્દુસ્તાન ઝીન્ક લિમિટેડનું ખાનગીકરણ થયું તેના પરિણામો તેલુગુ પ્રજા ભોગવી રહી છે. તે પછી હવે વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટને પણ ખાનગી મૂડીપતિઓને સોંપી દેવાની વાત તેલુગુ પ્રજા સ્વીકારી લેવાના મૂડમાં નથી.

ABOUT THE AUTHOR

...view details