ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સરકારી બંગલો ખાલી કરવાના આદેશને મહુઆ મોઇત્રાએ દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો - સંસદમાંથી હકાલપટ્ટી મહુઆ મોઇત્રા

કેશ ફોર ક્વેરી ભ્રષ્ટાચાર કેસ મામલે લોકસભામાંથી નિષ્કાસિત થયેલ તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રાએ સરકારી બંગલો ખાલી કરવાના આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. તેમણે 2024 ની લોકસભા ચૂંટણી સુધી બંગલો રાખવા દેવાની માંગણી કરતી અરજી દાખલ કરી છે. Cash For Query Case

Cash For Query Case
Cash For Query Case

By ETV Bharat Gujarati Team

Published : Dec 19, 2023, 3:54 PM IST

નવી દિલ્હી :સંસદમાંથી નિષ્કાસિત થયેલ તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રાએ સરકારી બંગલો ખાલી કરવાના આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. જસ્ટિસ સચિન દત્તાની બેંચ 19 ડિસેમ્બર એટલે કે આજે આ અરજી પર સુનાવણી કરશે. મોઇત્રાએ પોતાની અરજીમાં કેન્દ્રીય સંપદા નિદેશાલયના આદેશને પડકાર્યો છે.

મહુઆ મોઈત્રાની અરજી : સંપદા નિદેશાલયે મહુઆ મોઇત્રાને 7 જાન્યુઆરી, 2024 સુધીમાં તેમનો સરકારી બંગલો ખાલી કરવાનો આદેશ આપ્યો છે. આ અરજીમાં તૃણમૂલ કોંગ્રેસના નેતાએ માંગ કરી છે કે 2024 લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર ન થાય ત્યાં સુધી તેમને સરકારી બંગલામાં રહેવા દેવામાં આવે. ઉપરાંત સંસદમાંથી તેમની હકાલપટ્ટીને પણ સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. સુપ્રીમ કોર્ટ આ અરજી પર 3 જાન્યુઆરીના રોજ સુનાવણી કરશે.

શા માટે થઈ હકાલપટ્ટી :8 ડિસેમ્બરના રોજ લોકસભા સચિવાલયે મહુઆ મોઇત્રાની લોકસભાની સદસ્યતા સમાપ્ત કરી દીધી હતી. સંસદની એથિક્સ કમિટીએ મહુઆ મોઇત્રાના પૈસા માટે પ્રશ્નો પૂછવાના આરોપોને સાચા માનીને સંસદનું સભ્યપદ સમાપ્ત કરવાની ભલામણ કરી હતી. તેમના પર ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ પૈસા લીધા બાદ સવાલો પૂછવાનો આરોપ લગાવ્યો હતો. આરોપ હતો કે તેમણે એક કારોબારી દર્શન હિરાનંદાની પાસેથી પૈસા લીધા હતા અને અદાણી વિશે પ્રશ્નો પૂછ્યા હતા. ઉપરાંત હિરાનંદાની સાથે તેમનો લોગ-ઇન પાસવર્ડ પણ શેર કર્યો હતો.

મહુઆના સમર્થનમાં મમતા :લોકસભામાંથી હકાલપટ્ટી પર મમતા બેનર્જીએ કહ્યું હતું કે, આ આપણી સંસદીય લોકશાહી માટે શરમજનક છે. જે રીતે તેમને લોકસભામાંથી હાંકી કાઢવામાં આવ્યા તે યોગ્ય નહોતું. અમારી આખી પાર્ટી તેમની સાથે છે. કારણ કે ભાજપ અમને હરાવી નહીં શકે, તે માટે તેઓ બદલો લઈ રહ્યા છે. TMC સુપ્રીમો મમતાએ કહ્યું કે, મહુઆ વિશાળ જનમત સાથે ફરીથી સંસદમાં પહોંચશે.

  1. બિકાનેર પોલીસે નકલી નોટોના કન્સાઈનમેન્ટ સાથે બે આરોપીની ધરપકડ કરી, કેટલી નકલી નોટ પકડાઇ જૂઓ
  2. 200 કરોડ છેતરપિંડી કેસ મામલે જેકલીન ફર્નાન્ડિઝ દિલ્હી હાઇકોર્ટ પહોંચી, જાણો સમગ્ર મામલો

ABOUT THE AUTHOR

...view details