- નંદીગ્રામ બેઠકમાં બેનર્જી સામે શુભેન્દુ અધિકારીએ વિજય મેળવ્યો
- ભાજપનો દાવો છે કે શુભેન્દુ અધિકારી 1622 મતોથી ચૂંટણી જીત્યા
- મમતા બેનર્જી સોમવારે સાંજે 7 વાગ્યે રાજ્યપાલ જગદીપ ધનખરને મળશે
કોલકાત્તા: પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે. ત્યારે, બંગાળની હાઈપ્રોફાઈલ અને મમતા બેનર્જીને બેઠક નંદીગ્રામમાં તાજેતરમાં ભાજપમાં જોડાયેલા શુભેન્દુ અધિકારીએ વિજય મેળવ્યો છે. શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને પરાજિત કર્યા છે. પશ્ચિમ બંગાળની સૌથી હાઇપ્રોફાઇલ બેઠક હોવાનું કહેવાતું નંદિગ્રામમાં મમતા બેનર્જીની જીત અને પરાજય અંગે હવે સસ્પેન્સ સર્જાયું છે. સમાચાર એજન્સી ANI અનુસાર, મમતા બેનર્જીએ શુવેન્દુ અધિકારીને લગભગ 1200 મતોથી પરાજિત કર્યા છે. જ્યારે, ભાજપનો દાવો છે કે શુભેન્દુ અધિકારીએ 1622 મતોથી ચૂંટણી જીતી છે. જોકે, ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ પર નંદીગ્રામના પરિણામો જાહેર કરાયા નથી.
આ પણ વાંચો:પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં TMCની જીત પર વડાપ્રધાન મોદીએ અભિનંદન આપ્યા
મમતા બેનર્જી જશે કોર્ટ
સમાચાર એજન્સી ANI અનુસાર, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી નંદીગ્રામ સીટ પર ચૂંટણીના પરિણામ અંગે કોર્ટમાં જશે. મમતા બેનર્જીએ કહ્યું હતું કે, 'હું જનાર્દેશ સ્વીકારું છું. પરંતુ, હું કોર્ટમાં જઇશ. કારણ કે મને ખબર છે કે, પરિણામોની ઘોષણા થયા પછી થોડી હેરાફેરી કરવામાં આવી હતી અને હું તેનો ખુલાસો કરીશ. ''