- કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહનું ભાજપને ભડકાવતું નિવેદન
- કોંગ્રેસ સત્તા પર પાછી આવશે તો 370 પાછી લાદશે
- પાકિસ્તાની પત્રકારના સવાલ પર દિગ્વિજયસિંહનું નિવેદન
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે (Digvijay Singh) ફરી એકવાર વિવાદનો મધપૂડો છેડ્યો છે. તેણે એક પાકિસ્તાની પત્રકારના સવાલ પર જણાવ્યું હતું કે જો કોંગ્રેસ (Congress) સત્તામાં પાછી આવશે તો તે કશ્મીરમાં કલમ 370ની (article 370) પુનઃબહાલી પર વિચાર કરશે. તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા એપ ક્લબહાઉસના કથિત વીડિયો લીકમાં સામે આવ્યું છે.
ભાજપ નેતાઓએ ઝાટકણી કાઢી
દિગ્વિજય સિંહના ક્લબહાઉસનો વીડિયો લીક થયા પછી (BJP's IT cell chief Amit Malviya) ભાજપના આઇટી સેલના વડા અમિત માલવીયાએ ટ્વિટ કર્યું છે કે રાહુલ ગાંધીના (Rahul Gandhi) ટોચના સહાયક દિગ્વિજયસિંહે (Digvijay Singh) પાકિસ્તાની પત્રકારના એક સવાલ પર કહ્યું હતું જો કોંગ્રેસ (Congress) સત્તામાં આવશે તો તેઓ કલમ 370ની (article 370) પુનઃબહાલી અંગે વિચાર કરશે. આ નિર્ણય પર પુનર્વિચાર થાય એ જ તો પાકિસ્તાન ઇચ્છે છે.