ત્રિવેન્દ્રમઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેરળ પ્રવાસ દરમિયાન તેમને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ અંગેનો પત્ર ભાજપ પ્રદેશ કાર્યાલયને મળ્યો છે. આ બાબતને ગંભીરતાથી લઈને કેરળ પોલીસ અને ગુપ્તચર એજન્સીઓએ તેમની તપાસ આગળ વધારી છે. ભાજપ પ્રદેશ સમિતિના કાર્યાલય સુધી પહોંચેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાનના કેરળ પ્રવાસ દરમિયાન આત્મઘાતી હુમલા થશે. પીએમ મોદી વિવિધ જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવા માટે 24 એપ્રિલ સુધીમાં કેરળની બે દિવસીય મુલાકાતે પહોંચવાના છે. ધમકીભર્યો પત્ર એર્નાકુલમના વતની જોસેફ જોન નાદુમુથામિલના નામ પરથી આવ્યો છે.
Eid-ul-Fitr: દેશભરની મસ્જિદોમાં ઈદની નમાઝ, પીએમ મોદીએ પણ કહ્યુ ઈદ મુબારક!
પોલીસ સૂત્રોનું કહેવું છે કે, આ પત્ર એક અઠવાડિયા પહેલા બીજેપી રાજ્ય સમિતિના કાર્યાલયને મળ્યો હતો અને નેતૃત્વએ તેને કેરળ પોલીસ વડાને સોંપ્યો હતો. આ મામલો આજે સવારે પ્રકાશમાં આવ્યો હતો. ટૂંક સમયમાં પોલીસ અને ગુપ્તચર એજન્સીઓએ તેની તપાસ શરૂ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્ર દ્વારા કેરળને ફાળવવામાં આવેલી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવવા સહિત અન્ય ઘણા કાર્યક્રમો માટે કેરળ આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24મીએ સાંજે 5 વાગે કોચી નેવલ એરપોર્ટ પહોંચશે. તેઓ વાયુસેનાના વિશેષ વિમાનમાં મધ્યપ્રદેશથી અહીં આવી રહ્યા છે. તેઓ સાંજે 5.30 વાગ્યા સુધીમાં ભાજપના રોડ શોમાં જોડાશે. ત્યારપછી તેઓ થેવરા સેક્રેડ હાર્ટ કોલેજના મેદાનમાં ભાજપની આગેવાની હેઠળના યુવા સંગઠનો દ્વારા આયોજિત સંમેલન 'યુવમ'નું ઉદ્ઘાટન કરશે.
ચારધામ યાત્રા 2023 આજથી શરૂ, ખુલશે ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા, કુદરતે કર્યુ બરફનું શણગાર
વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી:ત્યારબાદ તેઓ સાંજે 7.45 કલાકે તાજ મલબાર હોટેલ જશે અને ત્યાં રોકાશે. બીજા દિવસે સવારે તે 9.25 કલાકે કોચીથી નીકળશે અને 10.15 કલાકે તિરુવનંતપુરમ એરપોર્ટ પહોંચશે. ત્યારબાદ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન પર સવારે 10.30 કલાકે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવશે. 20 મિનિટના આ કાર્યક્રમ બાદ વડાપ્રધાન સવારે 11 વાગ્યે સેન્ટ્રલ સ્ટેડિયમમાં જનસભાને સંબોધિત કરશે. તેઓ 4 રેલવે પ્રોજેક્ટ્સ, ટેકનો સિટી અને કોચી વોટર મેટ્રોનો શિલાન્યાસ કરશે. જાહેર સભા બાદ બપોરે 12.40 કલાકે સુરત જવા રવાના થશે.