- બેતલા નેશનલ પાર્કના પાલતુ હાથીની જંગલી હાથીઓ દ્વારા હત્યા કરાઇ
- બેટલા નેશનલ પાર્કથી આઠ કિલોમીટર દૂર પલામુ વિસ્તારમાં બની ઘટના
- વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી
લાતેહારઃ બેતલા નેશનલ પાર્કના પાલતુ હાથીની બેતલાના જંગલી હાથીઓએ હત્યા કરી હતી. આ હાથીને ગુજરાતથી લાવવામાં આવ્યો હતો. આ ઘટના બેટલા નેશનલ પાર્કથી આઠ કિલોમીટર દૂર પલામુ વિસ્તારમાં બની હતી. બનાવની માહિતી મળતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
કાલભૈરવ હાથીનું થયું મૃત્યું
મળતી માહિતી મુજબ આંધ્રપ્રદેશથી બેતલા લાવવામાં આવેલા નર હાથી કાલભૈરવને ગુજરાતથી લાવવામાં આવ્યો હતો અને પ્રક્ષેત્ર કિલાની નજીક રાખવામાં આવતો હતો. રાત્રે અચાનક જંલી હાથીઓએ કાલભૈરવ પર હુમલો કર્યો હતો. જેથી પાલતુ હાથી કાલભૈરવનું મૃત્યું થયું હતું. આ ઘટનાથી વન વિભાગમાં ભાગદોડ મચી ગઇ હતી. રેન્જ ઓફિસર પ્રેમ પ્રસાદએ આ ઘટનાની જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે તપાસ હજુ ચાલું છે.
ઝારખંડના બેતલા નેશનલ પાર્કમાં પાલતુ હાથી બન્યો જંગલી હાથીઓનો શિકાર મત્યું પામેલા હાથીની જંગલમાં જ દફનવિધી કરવામાં આવી
આ હાથીની ઘટના બાદ DFO સામેત વન વિભાગના અઘિકારીની ટીમ ત્યાં પેહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. હાલ પશુપાલન વિભાગના ચિકિત્સકો દ્વારા પેસ્ટમોર્ટમ કરી હાથીની જંગલમાં જ દફનવિધી કરવામાં આવી હતી.