નવી દિલ્હી : દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે પતિ જીવિત હોય ત્યારે તેની પત્નીને વિધવા તરીકે જોવી એ દુઃખદાયક છે. જસ્ટિસ સુરેશ કુમાર કૈતે કહ્યું કે આ પ્રકારનું કૃત્ય ક્રૂરતા છે અને આવા લગ્ન ટકાઉ નથી. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણયને પડકારતી પત્નીએ કરેલી અરજીને ફગાવી દીધી હતી. પત્નીએ ટ્રાયલ કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
પતિએ કર્યો હતો કેસ :પતિએ ટ્રાયલ કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી, જેને 11 સપ્ટેમ્બર 2018ના રોજ ટ્રાયલ કોર્ટે સ્વીકારી હતી. ટ્રાયલ કોર્ટે ક્રૂરતાના આધારે છૂટાછેડાની અરજી મંજૂર કરી હતી. જો કે, કોર્ટે એમ પણ કહ્યું કે પતિ દ્વારા તેની પત્ની માટે કરવા ચોથનું વ્રત ન રાખવું તે ક્રૂરતા નથી.આ દંપતિના લગ્ન 15 એપ્રિલ 2009 ના રોજ નાગપુરમાં થયા હતા. 27 ઓક્ટોબર 2011ના રોજ તેમને એક પુત્રીનો જન્મ થયો હતો. પુત્રીના જન્મના થોડા દિવસ પહેલા જ મહિલા તેના સાસરેથી ચાલી ગઈ હતી.
કરવા ચોથનું વ્રત રાખવાની ના પાડી : સુનાવણી દરમિયાન પતિએ આરોપ લગાવ્યો કે લગ્ન બાદ જ્યારે તેઓ 10 જૂન 2009થી 15 જૂન 2009 વચ્ચે હરિદ્વાર ગયા ત્યારે પત્નીએ પતિના ભાઈ, બહેન અને પિતા સાથે ઝઘડો કર્યો. સુનાવણી દરમિયાન પતિએ આરોપ લગાવ્યો કે 2009માં તેની પત્નીએ મોબાઈલ રિચાર્જ ન કરવાને કારણે કરવા ચોથનું વ્રત રાખવાની ના પાડી દીધી હતી.
પતિની રજૂઆત : હિન્દુ પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સુખાકારી માટે ઉપવાસ કરે છે. કોર્ટે કહ્યું કે પતિપત્ની વચ્ચેના વૈવાહિક સંબંધો એટલા બગડી ગયા હતા કે બંને પક્ષો વચ્ચેનો વિશ્વાસ અને પ્રેમ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો હતો. સુનાવણી દરમિયાન પતિએ આરોપ લગાવ્યો કે જાન્યુઆરી 2010માં પત્નીએ ગુસ્સામાં ખાવાપીવાનું બંધ કરી દીધું હતું. જે બાદ પતિએ પત્નીના માતાપિતાને ફોન કરીને વિવાદનો ઉકેલ શોધવા કહ્યું હતું. જેને લઇનેે પત્ની ગુસ્સે થઈ ગઈ અને ટીવી તોડી નાખ્યું હતું. સુનાવણી દરમિયાન મહિલાએ પતિના આરોપોને ફગાવી દીધા હતા કે તે 147 દિવસ માટે તેના પિયર ઘરે ગઈ હતી. મહિલાએ કહ્યું કે તેના પતિએ જ તેને તેના પિયરના ઘરે જવા માટે ઉશ્કેરણી કરી હતી અને તે બે દિવસ પછી જ પરત આવી ગઇ હતી.
પોતાને વિધવા જાહેર કરી હતી : સુનાવણી દરમિયાન પતિએ કહ્યું કે તે એપ્રિલ 2011માં સ્લિપ્ડ ડિસ્કથી પીડાતો હતો. તે સમયે તેની પત્નીએ તેની કાળજી લેવાને બદલે તેના કપાળમાંથી સિંદૂર કાઢીને તેની બંગડીઓ તોડી નાખી હતી અને સફેદ સૂટ પહેરીને પોતાને વિધવા જાહેર કરી હતી. પતિનો આરોપ છે કે તેની પત્ની નાનીનાની વાત પર ગુસ્સે થઈ જતી હતી.
- Banaskantha News: ડીસામાં આશા બહેને વૃદ્ધાશ્રમ ચલાવવા માટે પતિ સાથે લીધા છૂટાછેડા
- Panipat Most Expensive Divorce: પાણીપતમાં સૌથી મોંઘા છૂટાછેડા ! મામલો જાણીને તમે પણ ચોંકી જશો