બેંગલુરુ : કર્ણાટક હાઈકોર્ટે (Karnataka High Court) એક કેસની સુનાવણી કરતા કહ્યું કે, ચેક બાઉન્સ કેસમાં પત્ની કે માતાને પક્ષકાર બનાવી શકાય નહીં. તેમને કંપની તરીકે ગણી શકાય નહીં. આ સાથે કોર્ટે એક મહિલા સામેનો કેસ ફગાવી દીધો છે જેના પતિએ ચેક ઈશ્યુ કર્યો હતો અને તે બાઉન્સ થયો હતો.
પત્ની અને માતાને કંપની ગણી શકાય નહીં : કર્ણાટક હાઈકોર્ટ - NI Act
કર્ણાટક હાઈકોર્ટે (Karnataka High Court) ચેક બાઉન્સ કેસમાં કહ્યું કે, પત્ની કે માતાને પક્ષકાર બનાવી શકાય નહીં. આ કેસમાં નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ (Negotiable Instruments Act) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ :આ કેસમાં નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ (Negotiable Instruments Act) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. વિનશ્રીએ 2019માં બેંગલુરુની ACMM કોર્ટમાં તેની સામેના પેન્ડિંગ કેસને પડકારતાં હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. શંકર નામના એક વ્યક્તિએ વિનશ્રી, તેના પતિ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપ છે કે ત્રણેયએ શંકર પાસેથી લોન લીધી હતી અને તે ચૂકવવામાં નિષ્ફળ રહી હતી.
NI એક્ટ :વીણાશ્રીના પતિએ શંકરને ચાર ચેક આપ્યા હતા જે બાઉન્સ થયા હતા. આથી શંકરે ત્રણેય સામે ફરિયાદ નોંધાવી હતી. પોતાની અરજીમાં વીણાશ્રીએ કહ્યું હતું કે, તેણે ક્યારેય તે ચેક પર હસ્તાક્ષર કર્યા નથી જે બાઉન્સ થયો હોય. તેના પર તેના પતિ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને NI એક્ટની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરી શકાતી નથી. જસ્ટિસ MI અરુણે 19 ઑક્ટોબર, 2022ના તેમના આદેશમાં અવલોકન કર્યું કે, આરોપી ચેક પર સહી કરનાર નથી. આ સંયુક્ત ખાતું પણ નથી. ત્રણેય આરોપીઓ નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ કોઈ કંપનીની રચના કરતા નથી. આ કેસમાં પત્ની સામે કાર્યવાહી થઈ શકે નહીં.