નવી દિલ્હી: પૂર્વ દિલ્હીના મંડાવલી વિસ્તારમાં, પત્નીએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિનું ગળું દબાવીને હત્યા કરી હતી. (wife killed her husband along with her lover )આ પછી, જ્યાં સુધી તેણીને તેના પતિના મૃત્યુની ખાતરી ન થાય ત્યાં સુધી તે મૃતદેહને લાત મારતી રહી. ત્યારબાદ તેના મૃત્યુને કુદરતી મૃત્યુ જાહેર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મોતનો પર્દાફાશ થયો હતો. હત્યાની તપાસ કરતી વખતે પોલીસે આરોપી મહિલા અને તેના પ્રેમીની ધરપકડ કરી લીધી છે.
આરોપીઓની ઓળખ:પૂર્વ દિલ્હીના ડીસીપી અમૃતા ગુગુલોથે જણાવ્યું કે, ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ હેમા અને સચિન તરીકે થઈ છે. બંને મજૂરીકામ કરતા હતા. ડીસીપીએ કહ્યું કે રવિવારે સુરેશ નામના 40 વર્ષીય વ્યક્તિને બેભાન અવસ્થામાં લાલ બહાદુર શાસ્ત્રી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હોવાની માહિતી આપવામાં આવી હતી. ડોક્ટરે જણાવ્યું કે, સુરેશનું હોસ્પિટલ પહોંચતા પહેલા જ મૃત્યુ થઈ ગયું હતું.
સભ્યોને નિવેદન આપવા કહ્યું:પોલીસે જ્યારે મૃતકની પત્ની અને અન્ય પરિવારના સભ્યોને નિવેદન આપવા કહ્યું ત્યારે પત્નીએ જાણી જોઈને તેની તબિયત સારી ન હોવાનું કહીને ટાળ્યું હતું. 7 ડિસેમ્બરે પોસ્ટમોર્ટમ થયા બાદ મૃતદેહ તેની પત્ની હેમા અને ભાઈ દીપકને સોંપવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ દરમિયાન પત્ની અને પુત્ર સહિત પરિવારના સભ્યોના નિવેદનો નોંધવામાં આવ્યા હતા અને મૃતકના મૃત્યુ અંગે કોઈએ શંકા વ્યક્ત કરી ન હતી.