નવી દિલ્હી:બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં સુપ્રીમ કોર્ટે ખૂબ જ કડક ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે, આ મામલામાં દોષિત ઠરેલા વ્યક્તિને તેની સજા પૂરી થાય તે પહેલા કયા આધાર પર મુક્ત કરવામાં આવ્યો તેની માહિતી કોર્ટને આપવામાં આવે. કોર્ટે કહ્યું કે દોષિતને પહેલાથી જ 1,500 દિવસ માટે પેરોલ આપવામાં આવ્યો છે. આખરે એક ગુનેગાર પર આટલું ધ્યાન કેમ આપવામાં આવે છે?
આરોપીના વકીલની દલીલ:આરોપી વતી વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લુથરાએ કેસ રજૂ કર્યો હતો. જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ ઉજ્જલ ભુઈંયાની બેંચ આ કેસની સુનાવણી કરી રહી હતી. લુથરાએ કહ્યું કે માત્ર એક જઘન્ય અપરાધના આધારે, ગુનેગારને તેનો કોઈ કાનૂની અધિકાર મળવો જોઈએ નહીં તે આધાર ખોટો છે. આના પર કોર્ટે કહ્યું કે તે સંમત છે કે સજાની મુદત પહેલા કોઈપણ દોષિતને મુક્ત કરી શકાય છે અને તેના માટે ગુનાની ગંભીરતા અને તેનું નેચર કોઈ કારણ નથી.
સુપ્રીમ કોર્ટનું અવલોકન:ત્યારબાદ કોર્ટે કહ્યું કે અમારે સમીક્ષા કરવી પડશે કે નિયમોની અવગણના કરીને આ કેસમાં ગુનેગારને કોઈ છૂટ આપવામાં આવી છે કે કેમ. કોર્ટે કહ્યું કે તમે આખો મામલો જુઓ, દોષિતને 1,000 થી 1,500 દિવસના સમયગાળા માટે પેરોલ આપવામાં આવ્યો હતો. એટલા માટે અમે જાણવા માંગીએ છીએ કે શું કોઈ પક્ષપાત કરવામાં આવ્યો છે.
દલીલ:આરોપીના વકીલ લુથરાએ કહ્યું કે કોર્ટ આ સમયે સમીક્ષા નથી કરી રહી છતાં ગુનાનો નેચર અને પુરાવાની ચર્ચા કરવામાં આવી રહી છે. આ સમયે આ મામલો ઉઠાવવાનું કોઈ ઔચિત્ય નથી. લુથરાએ કહ્યું કે મહત્વનો પ્રશ્ન એ છે કે સજા ક્યારે ખતમ થશે? તેમને તેમના અધિકારો અને લિબર્ટીથી વંચિત કરી શકાય તેમ નથી.
- Bilkis Bano case: સુપ્રીમ કોર્ટે દોષિતને દંડની રકમ જમા કરાવવા પર સવાલ ઉઠાવ્યા, આગામી સુનાવણી 14 સપ્ટેમ્બરે થશે
- Bilkis Bano case : બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પર ઉઠાવ્યા સવાલ, પૂછ્યું- દોષિતોને માફી આપવામાં સેલેક્ટીવ વલણ કેમ?