નવી દિલ્હી દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે બુધવારે ભારતીયચલણી નોટો (new series of currency notes) પર લક્ષ્મી ગણેશની તસવીરને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે નવી નોટો પર મહાત્મા ગાંધીની સાથે લક્ષ્મી ગણેશનો ફોટો પણ હોવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે હાલમાં ભારતીય અર્થવ્યવસ્થા ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. ત્યારે હવે આ મામલો રાજકીયવળાંક લેવા લાગ્યો છે. પહેલા ભારતીય જનતા પાર્ટીએ આ અંગે નિવેદન આપ્યું હતું. ત્યારે હવે કોંગ્રેસ પણ આ મેદાનમાં ઝંપલાવ્યું છે.
મનીષ તિવારીનું ટ્વિટકોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ મનીષ તિવારીએ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને લખ્યું છે કે ભારતીય રૂપિયાની નવી સિરીઝ પર મહાત્મા ગાંધીની તસવીરની સાથે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનો ફોટો (Ambedkars picture on Indian Rupee) હોવો જોઈએ. અહિંસા, બંધારણવાદ અને સમતાવાદ એક અનન્ય સંઘમાં ભળી રહ્યા છે જે આધુનિક ભારતીય પ્રતિભાને સંપૂર્ણ રીતે મૂર્તિમંત કરશે.