ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શા માટે ભારતીય વિદ્યાર્થીઓને વિદેશ જવાનો છે ક્રેઝ? - વિદેશમાં શા માટે ભણવા જાય છે ભારતીય વિદ્યાર્થીઓ

કોરોનાના કારણે ઘણા દેશની યુનિવર્સિટીએ બહારના વિદ્યાર્થીઓ માટે પોતાના દરવાજા બંધ કરી દીધા હતા. જો કે અમેરિકાએ જ 55,000 ભારતીય વિદ્યાર્થીઓને વીઝા આપ્યા પછી આશ્વાસન આપ્યું છે કે અન્ય દેશના વિદ્યાર્થીઓ માટે પણ ઝડપથી રસ્તાઓ ખુલશે. જે પછી વિદેશ જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે.

શા ભારતીઓને વિદ્યાર્થીઓને વિદેશ જવાનો છે ક્રેઝ
શા ભારતીઓને વિદ્યાર્થીઓને વિદેશ જવાનો છે ક્રેઝ

By

Published : Aug 25, 2021, 10:17 PM IST

Updated : Aug 25, 2021, 11:05 PM IST

ન્યૂઝડેસ્ક: કોરોના વાઇરસ મહામારી વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓની વિદેશયાત્રા ફરી શરૂ થઇ ગઇ છે. આ વર્ષે 55,000થી વધારે ભારતીયા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અમેરિકા જઇ રહ્યાં છે. અમેરિકાન દૂતાવાસે સોમવારે ટ્વિટ કરીને આ અંગેના આંકડા જાહેર કર્યા છે. સાથે જ ઑસ્ટ્રેલિયા અન્ય યુરોપિયન દેશો પણ ભારતના વિદ્યાર્થીઓ માટે દરવાજા ખોલશે તેવી આશા જન્મી છે. કોરોનાના કારણે અનેક દેશના વિદ્યાર્થીઓ માટે સ્ટૂડન્ટ વિઝા આપવા પર રોક લગાવવામાં આવી હતી.

વિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સંખ્યા વધી

2021માં કોરોનાના કહેર અને વેક્સિનેશન પોલિસીના કારણે ખૂબ જ જૂજ ભારતીય વિદ્યાર્થીઓએ વિદેશ જવામાં રસ દાખવ્યો હતો. જો કે હવે ફરી વિદેશ જવામાં વિદ્યાર્થીઓ રસ દાખવી રહ્યાં છે. અમેરિકા અને યુકેની યુનિવર્સિટીમાં એડમિશન્સ શરૂ થઇ ગયાં છે. એજ્યુકેશન ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓના સર્વેમાં સામે આવ્યું છે કે ભારતીય વિદ્યાર્થીઓની પસંદ બદલાઇ રહી છે. આ સર્વે 2021ની શરૂઆતમાં કરવામાં આવ્યો હતો. જેમાં સામે આવ્યું છે કે વિદ્યાર્થીઓ અમેરિકા, ઑસ્ટ્રેલિયા, જર્મની, કેનેડા અને યુકેને પસંદ કરી રહ્યાં છે. આ ઉપરાંત ટુંકા ગાળાના કોર્સ માટે તેઓ આર્યલેન્ડ, ન્યૂઝીલેન્ડ અને સંયુક્ત અરબ અમીરાત જવાનું પણ પસંદ કરી રહ્યાં છે

યુનેસ્કોના આંકડા અનુસાર 2019માં કુલ 10.9 લાખ ભારતીય વિદ્યાર્થીઓએ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશાયાત્રા કરી હતી. આ 2018ના 7.5 લાખ આંકડાની સરખામણીમાં 45 ટકા વધારે હતા. જાન્યુઆરી 2021 સુધીમાં 85 દેશમાં 1 મિલિયનથી વધારે ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં હતાં ભારતીય વિદ્યાર્થીઓનું અમેરિકન ઇકોનોમિમાં 7.6 બિલિયન ડૉલરનું યોગદાન છે. બીજો નંબર કેનેડાનો આવે છે, 2019માં કેનેડામાં 2,19,855થી વધારે વિદ્યાર્થીઓ હતા જ્યારે 2015માં આ આંકડો 48,765 હતો. રિપોર્ટ અનુસાર અમેરિકાના એચ - 1 બી વીઝાના કારણે વિદ્યાર્થીઓ કેનેડામાં વધારે રસ લઇ રહ્યાં છે. જો કે ઑસ્ટ્રેલિયામાં 2021 સુધીમાં 77,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં હતાં. માર્ચ 2020માં કોરોનાનું સંક્રમણ વધ્યા પછી 38,000 વિદ્યાર્થીઓએ ઑસ્ટ્રેલિયા છોડી દીધું હતું.

ભારતીય વિદ્યાર્થીઓને વિદેશ જવાનો છે ક્રેઝ

અભ્યાસ સાથે પાર્ટ ટાઇમ નોકરીનો ઓપ્શન

ઘણા દેશ દ્વારા પોતાની અપ્રવાસન નીતિઓમાં ફેર કરતા ભારતીય વિદ્યાર્થીઓમાં વિદેશ ભણવાનો રસ વધ્યો છે. ભારતીય વિદ્યાર્થીઓ ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં વધુ સારા કરિયર ઓપ્શન્સ શોધતા હોય છે. જે કેનેડા અને ઑસ્ટ્રેલિયાની પૉલિસીમાં લાગુ પડે છે. કેનેડામાં 2006માં પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓને ભણવાની સાથે નોકરી કરવાની મંજૂરી પણ મળે છે. જેના કારણે વિદ્યાર્થીઓને કેનેડામાં સ્થાયી થવાની તક મળે છે. જેવી જ રીતે ઑસ્ટ્રેલિયા પણ વિદેશી વિદ્યાર્થીઓને રહેવાની તક આપે છે.

અભ્યાસ પછી વર્કિંગ વિઝાની લાલચ

યુકે એટલે કે બ્રિટને 2011માં અભ્યાસ કર્યા બાદ વર્કિંગ વિઝા આપવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. જેના કારણે વર્ષ 2011માં 38,877 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હતાં તે 2016માં ઘટીને 16,655 થઇ ગયા હતાં. બ્રિટન સરકારે 2019માં ફરી બે વર્ષનો અભ્યાસ પૂર્ણ કરીને વર્કિંગ વીઝાની જાહેરાત કરતાં 2020માં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 55,456 થઇ ગઇ હતી. કોઇ પણ દેશમાં વર્કિંગ વીઝા મળે તો ત્યાં સ્થાયી થવાની તક વધી જતી હોય છે.

ભારતની 3 યુનિવર્સિટીનો વૈશ્વિક સ્તરે થાય છે ગણના

ભારતમાં વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટીની અછત

ભારતમાં વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટીની અછત છે. આઇઆઇટી અને આઇઆઇએમને બાદ કરતાં ભારતમાં વિશ્વક સ્તરના શૈક્ષણિક સંસ્થાન નથી. 2021માં જાહેર કરવામાં આવેલા રેકિંગમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂડ ઑફ સાયન્સ - બેંગ્લોર, આઇઆઇટી મુંબઇ, આઇઆઇટી દિલ્હી જ ટોપ 200માં જગ્યા બનાવી શક્યા છે. બીજી અનેક યુનિવર્સિટી ચે જે વર્લ્ડ ક્લાસ હોવાનો દાવો કરે છે પણ તે રેકિંગમાં આવતી નથી

Last Updated : Aug 25, 2021, 11:05 PM IST

ABOUT THE AUTHOR

...view details