- મધ્યપ્રદેશના જબલપુરના ચરગવા રોડ પર આવેલા બગીચામાં થાય છે મોંઘી કેરી
- બગીચાના માલિકે Taiou No Tamago (તાઈઓ નો તમગો) કેરીની સુરક્ષા માટે તહેનાત કર્યા સુરક્ષા ગાર્ડ
- જાપાની જાતિની Taiou No Tamago (તાઈઓ નો તમગો) કેરીના 1 કિલોની કિંમત છે 2 લાખ રૂપિયા
જબલપુર (મધ્યપ્રદેશ): શહેરના ચરગવા રોડ પર સંકલ્પ પરિહારના બગીચામાં જાપાની જાતિની આઠ વેરાઈટીની કેરી છે. મીડિયામાં ચાલતા સમાચારના કારણે ચોરોની નજર હવે આ મોંઘી કેરી પર પડી છે. ચોરોએ બગીચાના કેટલાક વિસ્તારમાં અન્ય કેરીની પણ ચોરી કરી છે. જોકે, અત્યાર સુધી Taiou No Tamago (તાઈઓ નો તમગો) સુરક્ષિત છે, પરંતુ તેની સુરક્ષા માટે હવે બગીચાના માલિક પરિહારને વધુ ખર્ચ કરવો પડી રહ્યો છે. આ પહેલા બગીચાની સુરક્ષા માત્ર ફેન્સિંગથી થઈ જતી હતી. ત્યારે હવે તેની જગ્યાએ સંકલ્પ પરિહારને 24 કલાક અલગ અલગ પાળીમાં ગાર્ડ તહેનાત કરવા પડી રહ્યા છે. આ કેરીની કિંમત 2 લાખ રૂપિયા પ્રતિ કિલો છે.
આ પણ વાંચો-કાયદાનું સુરક્ષા કવચ જોઇએ તો દેશના નિયમોનું પાલન કરેઃ રવિશંકરે ટ્વીટરને આપી સલાહ
9 શ્વાન અને 6 સુરક્ષા ગાર્ડ કરે છે સુરક્ષા
બગીચાના માલિક સંકલ્પ પરિહારનું કહેવું છે કે, આ બગીચામાં અલગ અલગ ખૂણા પર 9 શ્વાનને તહેનાત કરવામાં આવ્યા છે. 2 શ્વાન ગાર્ડની સાથે સમગ્ર ગાર્ડનું ચક્કર લગાવે છે. રાત્રે લોકોની પાસે ટોર્ચ હોય છે. જ્યારે દિવસમાં ગાર્ડ કેરીની આસપાસ સુરક્ષા કરે છે. આ ઉપરાંત પિંજરામાં બંધ શ્વાન જ્યારે અજાણ્યો માણસ દેખાશે ત્યારથી ભસવાનું શરૂ કરી દે છે. ગયા વર્ષે પણ ચોર આ કેરીની ચોરી કરી ગયા હતા. એટલે આ વર્ષે કેરીની સુરક્ષા વધારવામાં આવી છે. આ કેરીની સુરક્ષા માટે દર મહિને 50,000 રૂપિયાનો ખર્ચ આવી રહ્યો છે.