ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જે લોકો ઇસ્લામમાં નથી માનતા, તેઓ મસ્જિદોના લાઉડસ્પીકરનો અવાજ કેમ સાંભળે, PIL પર ગુજરાત હાઇકોર્ટની સરકારને નોટિસ

PILમાં જણાવવામાં આવ્યું છે કે, લાઉડસ્પીકર (loudspeakers in mosques)ના ઉપયોગથી સામાન્ય લોકોને ઘણી મુશ્કેલી થાય છે અને નાગરિકને એવી કોઈ વાત સાંભળવાની ફરજ પાડી શકાય નહીં જે તે સાંભળવા માંગતો નથી. લગ્ન જીવનમાં એક જ વાર થાય છે, પણ મસ્જિદોનો ઘોંઘાટ રોજ સાંભળવો પડે છે.

જે લોકો ઇસ્લામમાં નથી માનતા, તેઓ મસ્જિદોના લાઉડસ્પીકરનો અવાજ કેમ સાંભળે, PIL પર ગુજરાત હાઇકોર્ટની સરકારને નોટિસ
જે લોકો ઇસ્લામમાં નથી માનતા, તેઓ મસ્જિદોના લાઉડસ્પીકરનો અવાજ કેમ સાંભળે, PIL પર ગુજરાત હાઇકોર્ટની સરકારને નોટિસ

By

Published : Feb 16, 2022, 7:33 PM IST

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે (Gujarat High court on loudspeakers in mosques)મંગળવારે જાહેર હિતની અરજી (PIL) પર રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. આ અરજીમાં ગુજરાત સરકારને મસ્જિદોમાં લાઉડ સ્પીકર (loudspeakers in mosques) પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમાર અને ન્યાયમૂર્તિ આશુતોષ જે શાસ્ત્રીની ડિવિઝન બેન્ચે ગુજરાતના ગાંધીનગર જિલ્લાના ડૉક્ટર ધર્મેન્દ્ર વિષ્ણુભાઈ દ્વારા દાખલ કરેલી અરજી પર આ નોટિસ (Notice on loudspeakers in mosques) જારી કરી છે.

200 ડેસિબલથી વધુ વગાડે છે લાઉડસ્પીકર

સુનાવણી દરમિયાન, કોર્ટે પૂછ્યું કે રાજ્યમાં ધ્વનિ પ્રદૂષણ (Gujarat sound pollution)ના નિયમો અનુસાર લાઉડસ્પીકરના ઉપયોગ માટે કેટલા અવાજની મંજૂરી છે. આના પર, અરજદાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે 80 ડેસિબલ સુધીના અવાજની મંજૂરી છે, પરંતુ મસ્જિદો 200 ડેસિબલથી વધુના લાઉડસ્પીકરનો ઉપયોગ કરી રહી છે.

આ પણ વાંચો:Jal Jivan Mission: તમારા ઘરે નળ છે? માત્ર 30 મહિનામાં 9 કરોડ ઘરોને નળ કનેક્શનનો સરકારનો દાવો

સુપ્રીમ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કરતા

અરજદારે વર્ષ 2000માં ચર્ચ ઓફ ગોડ વિરુદ્ધ મેજેસ્ટિક કોલોની વેલ્ફેર એસોસિએશન ઇન ઇન્ડિયા અને અન્યના કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો, જેણે અવાજ પ્રદૂષણને નિયંત્રિત કરવા અંગેના નિર્દેશો જારી કર્યા હતા. અરજદારે કહ્યું કે, કોઈપણ ધર્મ અથવા ધાર્મિક સંપ્રદાય એવો દાવો કરી શકે નહીં કે પ્રાર્થના અથવા પૂજા માટે અથવા ધાર્મિક તહેવારોની ઉજવણી માટે લાઉડસ્પીકરનો ઉપયોગ ધાર્મિક પ્રથાનો આવશ્યક ભાગ છે અને તે બંધારણની કલમ 25 હેઠળ સુરક્ષિત છે. ચર્ચ ઓફ ગોડમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ, ચર્ચ ઓફ ગોડને લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાનો કોઈ અધિકાર નથી અને નાગરિકને તેઓ જે જોઈતા નથી તે સાંભળવા માટે દબાણ કરી શકાતા નથી.

આ પણ વાંચો:ફરી કોવિડ પ્રતિબંધો બદલાયા: કેન્દ્રીય આરોગ્ય સચિવે લખ્યો કઈક આવો પત્ર

લગ્નના પ્રશ્ન પર કહ્યું- જીવનમાં એક જ વાર થાય છે

લગ્નોમાં બેન્ડ અને ડીજેના કારણે થતા ધ્વનિ પ્રદૂષણના મુદ્દાના જવાબમાં, અરજદારે કહ્યું કે, તે વ્યક્તિના જીવનમાં માત્ર એક જ વાર બને છે, જ્યારે મસ્જિદોમાં લાઉડસ્પીકરનો ઉપયોગ દરરોજ થાય છે. અરજદારે દલીલ કરી હતી કે, જે લોકો ઇસ્લામમાં માનતા નથી તેમને મસ્જિદ દ્વારા આવા અવાજનું પ્રદૂષણ કેમ સાંભળવું પડે છે? ગણપતિ ઉત્સવ દરમિયાન લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ છે, ત્યારે પણ મસ્જિદોના કિસ્સામાં તેનો અમલ કેમ કરી શકાતો નથી. અરજદારની દલીલો અને અરજીમાં શામેલ મુદ્દાને ધ્યાને લઈ કોર્ટે સરકારને નોટિસ ફટકારી છે. કોર્ટે સરકારને 10 માર્ચ 2022 સુધીમાં જવાબ આપવા કહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details