ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શા માટે મહાલક્ષ્મીજીએ ભગવાન Jagannathji માટે દરવાજા બંધ કરી દીધાં? જાણવા માટે વાંચો

જગન્નાથ પુરીમાં ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાની પ્રખ્યાત ‘નીલાદ્રી બીજે’ વિધિ- રથયાત્રા ( Jagannathji Rathyatra ) સમાપનની વિધિ આજે યોજાશે. આ વિધિ વિશ્વ વિખ્યાત રથયાત્રાનું સમાપન કરવા માટેની છેલ્લી વિધિ છે.

શા માટે મહાલક્ષ્મીજીએ ભગવાન Jagannathji માટે દરવાજા બંધ કરી દીધાં? જાણવા માટે વાંચો
શા માટે મહાલક્ષ્મીજીએ ભગવાન Jagannathji માટે દરવાજા બંધ કરી દીધાં? જાણવા માટે વાંચો

By

Published : Jul 23, 2021, 5:45 PM IST

  • જગન્નાથ પુરીમાં ‘નીલાદ્રી બીજે’ વિધિ
  • રથયાત્રાનું વિધિવત સમાપન કરતી વિધિ
  • માતા મહાલક્ષ્મીજીના રીસામણાં સાથે સંકળાઇ છે વિધિ

પુરી: ભગવાન જગન્નાથ અને તેમના ભાઈબહેનોએ વાર્ષિક મુસાફરી શરૂ કર્યાના બાર દિવસ પછી રથયાત્રાનું સમાપન કરતાં ( Jagannathji Rathyatra ) તેઓ નીલાદ્રી બીજે વિધિ સાથે જગન્નાથ મંદિરના ગર્ભગૃહમાં પાછાં સ્થાપિત થશે. ગોતી પહાંડીની શોભાયાત્રામાં દેવતાઓના એક પછી એક રથ મંદિરમાં આવી જાય તે પછી જ બધાં દેવતા ગર્ભગૃહમાં રત્ન સિંહાસન પર બેસે છે. મુખ્ય મંદિરમાં પ્રવેશતા પહેલાં ભગવાન જગન્નાથ અને માતા મહાલક્ષ્મીના સેવકો વચ્ચે પરંપરાગત વિધિ મુખ્ય દ્વાર પર રાખવામાં આવી હતી. જેને મંદિરના 'જયાવિજયા દ્વાર' તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન જગન્નાથના ( Jagannathji Rathyatra ) પત્ની મહાલક્ષ્મી ગુસ્સામાં હોય છે કારણ કે તેઓ મુખ્ય મંદિરમાં રહી ગયાં હોય છે અને તેમને ભગવાન જગન્નાથજી ગુંડીચા મંદિરની યાત્રામાં લઈ ગયાં નથી.

આ વિધિ વિશ્વ વિખ્યાત રથયાત્રાનું સમાપન કરવા માટેની છેલ્લી વિધિ છે.

માતા મહાલક્ષ્મી ( Mahalakshmi ) ભગવાન જગન્નાથને ( Lord Jagannath )અંદર આવતાં અટકાવવા મંદિરનો દરવાજો બંધ કરે છે અને ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન સુદર્શનને જ મંદિરમાં પ્રવેશ આપે છે. મહાલક્ષ્મીને મનાવવા અને મંદિરમાં પ્રવેશ મેળવવા માટે ભગવાન જગન્નાથ નવા કપડાં અને રસગુલ્લા ભેટ આપી માફ કરવા વિનંતી કરે છે. લાંબી વાતચીત કર્યા પછી આખરે મહાલક્ષ્મીજી માને છે અને મંદિરનો દરવાજો ખોલેીનેે ભગવાન જગન્નાથને અંદર પ્રવેશ આપે છે. દૈવી દંપતિનું સમાધાન મીઠાઈ સાથે થાય છે. તે પછી જગન્નાથને મહાલક્ષ્મીની બાજુમાં બેસાડવામાં આવે છે જ્યાં પુનઃમિલનની ધાર્મિક વિધિ કરવામાં આવે છે અને અંતે ભગવાન જગન્નાથ રત્ન સિંહાસન પર બિરાજમાન થઈને ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે ફરી જોડાય છે.

નીલાદ્રિ બીજે સમાપન વિધિ છે જે વાર્ષિક રથયાત્રા ઉત્સવના સમાપનને ચિહ્નિત કરે છે.

આ વર્ષે રથયાત્રા ( Jagannathji Rathyatra ) કોવિડ રોગચાળાને ( Covid19 ) ધ્યાનમાં રાખીને કોઈપણ મંડળની ગેરહાજરીમાં મર્યાદિત સંખ્યામાં સેવકો દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. COVID-19નું પરીક્ષણ પણ કરાવાયું હતું. કોરોના ટેસ્ટમાં નેગેટિવ આવ્યાં હોય તેમને જ રથ ખેંચવા દેવાયાં હતાં. કોવિડ -19 રોગચાળાને લીધે સતત બીજા વર્ષે પણ ભક્તોને ભગવાન જગન્નાથ રથયાત્રાના ( Jagannathji Rathyatra ) દર્શનની તક મળી નથી. વિશ્વભરના કરોડો ભક્તોએ પોતાના ઘેર રહીને ટેલિવિઝન પર રથયાત્રાની તમામ કાર્યવાહી જોવી પડી છે.

આ પણ વાંચોઃ ભગવાન જગન્નાથના દર્શન માટે ભક્તોએ ન જવા ઓડિશા ડીજીપીએ અપીલ કરી

આ પણ વાંચોઃ જગન્નાથ રથયાત્રા પર પુરીમાં કરફ્યૂ, માત્ર સેવક જ ખેંચશે રથ

ABOUT THE AUTHOR

...view details