- ભારતમાં વકરી રહેલો કાળી ફૂગનો રોગ
- બ્લેક ફંગસના દેશભરમાં 11,000થી વધુ કેસ
- નિષ્ણાતોએ આ રોગ અંગે આપ્યાં જાણકારી અને માર્ગદર્શન
નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીની સાથે બ્લેક ફંગસ (Mucormycosys) એ પણ પાયમાલી શરૂ કરી દીધી છે. નબળી (Immune System) રોગપ્રતિકારક ક્ષમતા અને સ્ટેરોઇડ્સને આ માટે દોષિત ઠેરવવામાં આવી રહ્યાં છે. ડોકટરો દ્વારા આ અંગે વિવિધ થીયરીઝ રજૂ કરવામાં આવી રહી છે. પરંતુ સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે ભારતમાં (Black Fungus) કાળી ફૂગનો રોગ જે રીતે બેકાબૂ બની રહ્યો છે તેવો બીજા કોઈ દેશમાં જોવા મળતો નથી. દેશભરમાં અત્યાર સુધીમાં કાળી ફૂગના 11,000થી વધુ કેસ નોંધાયા છે. આ રોગની ગંભીરતાને લઇને ઘણાં રાજ્યોએ મહામારીના અધિનિયમ હેઠળ મ્યુકોરમાયકોસીસને મૂકીને પહેલાંથી જ સૂચિત રોગ તરીકે જાહેર કરી દીધો છે.
ભારતમાં મોટાભાગના દર્દીઓ જે બ્લેક ફંગસ-કાળી ફૂગથી પીડિત હોવાનું જણાયું છે તેમાં કોરોના સંક્રમિતો અથવા (Diabetes) ડાયાબિટીસના દર્દીઓ છે. ડોકટરોના મતે ભારતમાં નબળી રોગપ્રતિકારક ક્ષમતા ધરાવતાં દર્દીઓમાં કોરોના વાયરસના સંક્રમણ સિવાયની બીમારીઓનું જોખમ વધ્યું છે.
અમેરિકામાં મૃત્યુદર 54 ટકા
આ અંગે માનવામાં આવે છે કે જે અન્ય કારણોસર ફંગલ ઇન્ફેક્શન વિકસે છે તેમાં બિનઆરોગ્યપ્રદ માસ્કનો વારંવારનો ઉપયોગ, હાઈ ડાયાબિટીસ અને કેટલાક કિસ્સાઓમાં (Industrial Oxygen) ઔદ્યોગિક ઓક્સિજનના વપરાશનો સમાવેશ થાય છે. આના પર લોકો વધુ આશ્રિત હોય છે. આ સિવાય શરીરમાં કાળી અને સફેદ ફૂગા શરીરમાં રોગનિવારક ક્ષમતા ધીમી પડે છે ત્યારે થાય છે. શાર્પ સાઇટ આઇ હોસ્પિટલ્સના ડૉક્ટરના જણાવ્યા અનુસાર રોગ નિયંત્રણ અને નિવારણ માટેના યુનાઇટેડ સ્ટેટ્સ સેન્ટરના ડેટા અનુસાર, મ્યુકોરમાયકોસીસ અથવા કાળી ફૂગમાં મૃત્યુ દર 54 ટકા છે.
ડાયાબિટીસના દર્દીઓની સમસ્યાઓ વધી જાય છે
શાર્પ સાઇટ આઇ હોસ્પિટલ્સના ડિરેક્ટર અને સહસ્થાપક ડો. બી કમલ કપૂરે જણાવ્યું હતું કે ભારતની પુખ્ત વસતીમાં ડાયાબિટીઝના અંદાજે 73 મિલિયન કેસ છે. રોગ પ્રક્રિયાને નિયંત્રિત કરવા માટે સ્ટીરોઇડ્સનો ઉપયોગ કરવાથી પણ ડાયાબિટીઝનું સ્તર પણ વધે છે, જે ડાયાબિટીઝને લગતી મુશ્કેલીઓમાં વધારો કરેે છે. આ કારણે દર્દીઓના સ્વસ્થ થવામાં સામાન્ય કરતા વધુ સમય લાગે છે. આને કારણે દર્દીઓમાં વધુ મુશ્કેલીઓ ઊભી થાય છે અને અનેક પ્રકારના ચેપ પણ વધી રહ્યાં છે. આ મુદ્દે જોધપુર એઈમ્સ હોસ્પિટલના ઇએનટી હેડ અને પ્રોફેસર ડો.અમિત ગોયલે જણાવ્યું હતું કે, ભારતમાં બે બાબતો મહત્વપૂર્ણ છે, ઘણા લોકો દરરોજ શુગર લેવલ ચેક કરતાં નથી અથવા દવાઓ લેતાં નથી. લોકો માને છે કે એકવાર દવાઓ લેવાનું શરૂ કરીશું તો જિંદગીભર દવા લેવી પડશે. ડો.અમિત કહે છે કે મને લાગે છે કે ભારત સિવાય અન્ય દેશોમાં મોનિટર કરેલા સ્ટેરોઇડ્સનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. હવે જ્યારે આ અંગે સંશોધન થઈ રહ્યું છે, ત્યારે સંપૂર્ણ રીતે જાણી શકાશે આવું કેમ થયું? તેમણે વધુમાં સમજાવ્યું કે આપણે ત્યાં સ્વચ્છતા ન હોવાનાં કારણો હોઈ શકે છે. લોકો વપરાયેલા માસ્કનો ફરી ઉપયોગ કરી રહ્યાં છે.
શું ભારતની અતિશય વસતીના કારણે આમ બને છે? આ સવાલના જવાબમાં ડો.ગોયલે કહ્યું હતું કે જો અમે યુ.એસ. અને ભારતની એક ટકા વસતીની તુલના કરીએ, તો તે કહેવા ખાતરં એક ટકા ફરક હશે, પરંતુ બંનેની સંખ્યા જુદી હશે. આ એક કારણ પણ હોઈ શકે છે. પરંતુ અહીં જે રીતે કેસ આવી રહ્યાં છે, તે અન્ય સ્થળોએ જોવા મળતા નથી. જ્યારે અન્ય દેશોના ડાયાબિટીઝના દર્દીઓની તુલના આપણા દેશ સાથે કરવામાં આવે અને તે જોવા મળે. ડાયાબિટીઝના વ્યાપ કરતાં આપણા દેશ અને અન્ય દેશોમાં ફૂગનું પ્રમાણ વધુ છે તે ચેક કરવામાં આવે ત્યારે જ તેનો જવાબ મળી શકશેે.