ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Exclusive : બાળકો આપણી પ્રાથમિકતા કેમ નથી? આવું કેમ કહ્યું નોબેલ પુરસ્કાર વિજેતા કૈલાસ સત્યાર્થીએ જુઓ - નોબેલ એવોર્ડ વિજેતા 2014 કૈલાસ સત્યાર્થી મલાલા યુસુફઝાઇ

કોરોના મહામારીનો સામનો કરતા વિશ્વ સામે એક મોટો પડકાર છે કે આગામી પેઢીને બચાવવી. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે, કોરોના સંકટ વચ્ચે બાળકો આપણી રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પ્રાથમિકાઓમાં નહીં રહે. ખાસ કરીને તે બાળકો જે સામાજિકરૂપથી હાસિયાંમાં છે. આ વાત કહી છે નોબેલ શાન્તિ પુરસ્કાર વિજેતા કૈલાસ સત્યાર્થીએ. ETV Bharatની ટીમે તેમની સાથે ખાસ વાતચીત કરી તે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, કોરોના પછી બાળકો માટે વિશ્વના દેશોને ટાસ્ક ફોર્સ બનાવવી જોઈએ. મહામારી દરમિયાન બાળ કલ્યાણ અંગે ETV Bharatની ટીમે કૈલાસ સત્યાર્થી સાથે વાતચીત કરી હતી.

કૈલાસ સત્યાર્થી
કૈલાસ સત્યાર્થી

By

Published : Jun 4, 2021, 8:57 AM IST

  • વિશ્વભરમાં બાળ અધિકારોના સંઘર્ષ માટે ઓળખાય છે કૈલાસ સત્યાર્થી
  • કૈલાસ સત્યાર્થીએ અત્યાર સુધી 90,000 બાળકોને બંધુઆ મજૂરીમાંથી મુક્ત કરાવ્યા
  • W.H.O.ની વર્લ્ડ હેલ્થ એસેમ્બલીમાં મુખ્ય વક્તા તરીકે શામેલ થઈને ટાસ્ક ફોર્સની કરી હતી માગ

નવી દિલ્હીઃ દેશ-દુનિયામાં બાળપણ બનાવવાનું અભિયાન ચલાવતા નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા કૈલાસ સત્યાર્થી વિશ્વભરમાં બાળ અધિકારો માટે સંઘર્ષ કરવા માટે ઓળખાય છે. તેમણે અત્યાર સુધી 90,000 બાળકોને બંધુઆ મજૂરીની જાળમાંથી મુક્ત કરાવ્યા છે. તેઓ એકલા એવા નોબેલ પુરસ્કાર વિજેતા છે, જેમની જન્મભૂમિ અને કર્મભૂમિ ભારત જ રહી છે. વર્ષ 2015માં વિશ્વના સૌથી મહાન નેતાઓની યાદીમાં જગ્યા બનાવનારા કૈલાસ સત્યાર્થી 2025 સુધી વિશ્વને બાળ શ્રમ ખતમ કરવાનું અભિયાન ચલાવી રહ્યા છે. આ ઉપરાંત હાલમાં જ W.H.O તરફથી આયોજિત વર્લ્ડ હેલ્થ એસેમ્બલીમાં મુખ્ય વક્તા તરીકે શામેલ થઈને તેમણે વિશ્વના બાળકો માટે ટાસ્ક ફોર્સની માગ કરી હતી

આ પણ વાંચો-મુંબઈમાં કોરોનાની સ્થિતિ અંગે BMC કમિશનર સુરેશ કાકાણીએ શું કહ્યું?

ઈટીવી ભારતઃહાલમાં જ તમને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (W.H.O.) દ્વારા આયોજિત વર્લ્ડ હેલ્થ એસેમ્બલીમાં મુખ્ય વક્તા તરીકે સંબોધિત કરવા માટે આમંત્રિત કરાયા હતા. તમે આ મહત્વપૂર્ણ મંચ પરથી બાળકો માટે શું માગ કરી?

W.H.O.ની વર્લ્ડ હેલ્થ એસેમ્બલીમાં મુખ્ય વક્તા તરીકે શામેલ થઈને ટાસ્ક ફોર્સની કરી હતી માગ

કૈલાસ સત્યાર્થીઃએક ભારતીય તરીકે અને એક સામાજિક કાર્યકર્તા તરીકે મારા માટે આ ખૂબ જ ગર્વની વાત છે. કારણ કે, આ પહેલા W.H.O.ની જનરલ એસેમ્બલીમાં રાષ્ટ્રાધ્યક્ષ કે પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ સિવાય મને બોલાવવાની વાત એ મોટી હતી. આનો અર્થ એ છે કે, હવે વિશ્વ સૌથી વધારે દયનીય, કચળાયેલા, પછાત ધકેલાયેલા બાળકોનો અવાજ સાંભળવા માગે છે. મારા માધ્યમથી કદાચ આ અવાજ ત્યાં પહોંચી ગઈ અને મે ત્યાં કેટલાક પાયાના મુદ્દા ઉઠાવ્યા હતા, જે બાળકો અત્યારે શિક્ષણથી વંચિત છે. કરોડો બાળકો હજી સ્કૂલ નથી જઈ શકતા.

આ પણ વાંચો-AIMIM અમદાવાદ અને ભરૂચમાં કોર્પોરેશન ચૂંટણી લડશેઃ નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ કાબલીવાલાનો એક્સક્લૂસિવ ઈન્ટરવ્યૂ

ઈટીવી ભારતઃકોરોના કાળમાં ભારત સહિત વિશ્વમાં સૌથી વધારે બાળકો જ અસરગ્રસ્ત થયા છે. સરકારોએ તમામ ધ્યાન કોરોનાનો સામનો કરવામાં લગાવી દીધું, પરંતુ બાળકો માટે કોઈ વિશેષ જોગવાઈ નજર નહતી આવી? આવું કેમ અને શું થવું જોઈએ?

કૈલાસ સત્યાર્થીઃઆ એક મોટી ચૂક છે કે બાળકો આપણી રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પ્રાથમિકાઓમાં નહીં રહે. ખાસ કરીને તે બાળકો જે સામાજિકરૂપથી હાસિયાંમાં છે. તેના જ કારણે મોટી સંખ્યામાં બાળકો શિક્ષાથી વંચિત છે.

ઈટીવી ભારતઃકોરોનાએ ભારતમાં બાળકોને કઈ રીતે અસરગ્રસ્ત કર્યા છે? શું આનાથી ટ્રાફિકિંગ અને બાળ મજૂરી વધશે?

કૈલાસ સત્યાર્થીઃભારતમાં કોરોનાની ગંભીર અસર જોવા મળી છે. કરોડો બાળકો સ્કૂલ નથી જઈ શકતા. ઘણા બાળકો મધ્યાહન ભોજન પર આધારિત હતા. કોરોના કાળમાં મધ્યાહન ભોજન ન મળવાથી ચિંતાનો વિષય છે.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details