ગુજરાત

gujarat

ETV Bharat / bharat

MPના CM કોણ ? આજે ભોપાલમાં મળનારી ભાજપના ધારસભ્ય દળની બેઠકમાં થશે ફેસલો - મધ્યપ્રદેશ સરકાર

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કોણ બનશે તેનો નિર્ણય આજે ભોપાલમાં મળનારી ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નક્કી કરવામાં આવશે. તો ચાલો જાણીએ મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીની રેસમાં કોના નામ સામેલ છે તેના વિશે...

MPના CM કોણ ?
MPના CM કોણ ?

By ETV Bharat Gujarati Team

Published : Dec 11, 2023, 8:15 AM IST

ભોપાલ: મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપની ભવ્ય જીત બાદ મુખ્યમંત્રીઓના નામને લઈને સસ્પેન્સ હતું, જો કે રવિવારે પાર્ટીએ છત્તીસગઢના સીએમ ચહેરા પરથી પડદો હટાવીને નામની જાહેરાત કરી હતી. હાલમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સીએમના નામની જાહેરાત થવાની બાકી છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે, ત્યારબાદ જ ખબર પડશે કે મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી કોણ હશે.

MPમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક:મધ્યપ્રદેશમાં આજે એટલે કે 11મી ડિસેમ્બરને સોમવારે બપોરે 11 કલાકે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક યોજાવાની છે. આ બેઠક માટે ભાજપના પ્રદેશ પ્રમુખે તમામ ધારાસભ્યોને ભોપાલ સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે હાજર રહેવા આમંત્રણ આપ્યું છે. આ આમંત્રણ પત્ર દ્વારા ધારાસભ્યોને માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે "કોઈપણ ધારાસભ્ય પોતાનાના સહાયક અને સુરક્ષા કર્મચારીઓને કાર્યાલયમાં પ્રવેશવાની વિનંતી ન કરે અને મીટિંગ પહેલા મીડિયાને જવાબ આપવાનું પણ ટાળે"

સવારે 11 વાગ્યે બેઠક:આ બેઠકમાં ભાજપના રાષ્ટ્ર્યી અધ્યક્ષ જેપી નડ્ડા ઉપરાંત ભાજપ હાઈકમાન્ડ દ્વારા મધ્યપ્રદેસમાં નિયુક્ત નિરીક્ષક હરિયાણાના મુખ્યપ્રધાન મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, પછાત વર્ગના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. લક્ષ્મણ અને રાષ્ટ્રીય સચિવ આશા લકડા પણ હાજર રહેશે. બેઠક માટે જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, ભાજપ ધારાસભ્ય દળની બેઠક સવારે 11 વાગ્યાથી શરૂ થશે, ત્યારબાદ બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી લંચ બ્રેક રહેશે. આ પછી, બપોરે 3:00 વાગ્યાથી નવા ચૂંટાયેલા ધારાસભ્યોના પક્ષના સભ્યોનું જૂથ ફોટો સેશન થશે. અંતે, ધારાસભ્ય દળની બેઠક ફરી એકવાર બપોરે 3:50 વાગ્યે શરૂ થશે, ત્યારબાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે.

CMની રેસમાં ચાલતા નામો: મહત્વપૂર્ણ છે કે, મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીની રેસમાં શિવરાજસિંહ ચૌહાણ, નરેન્દ્રસિંહ તોમર, પ્રહલાદ પટેલ અને કૈલાશ વિજયવર્ગીયની સાથે સુમેરસિંહ સોલંકી અને જ્યોતિરાદિત્ય સિંધિયાના નામ ચાલી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે ભાજપ આમાંથી કોને મધ્યપ્રદેશના મુખ્યપ્રઘાન તરીકે પસંદ કરે છે.

શિવરાજ બને ફરીથી સીએમ: આજે સાંજ સુધીમાં એ વાતની સ્પષ્ટ થઈ જશે કે આગામી 5 વર્ષ સુધી એમની કમાન કોણ સંભાળશે, પરંતુ હાલમાં શિવરાજસિંહ ચૌહાણને ફરી એકવાર સીએમ બનાવવાની બૈતુલમાં વિધિ કરવામાં આવી રહી છે. આ વિધિ બેતુલ જિલ્લાના 130 ગામોના કિરાડ સમુદાયના લોકો દ્વારા તેમના ઘરોમાં સુંદરકાંડનો પાઠ કરીને કરવામાં આવી રહી છે. સુંદરકાંડ કરતા લોકો કહે છે કે "આ વિધિ 13 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે."

  1. રાજસ્થાનના નવા સીએમના નામને સોમવાર સુધીમાં મંજૂરી મળી જશે, રાજસ્થાન ચૂંટણીના સહ-પ્રભારી કુલદીપ બિશ્નોઈનું મોટું નિવેદન
  2. વિષ્ણુદેવ સાય બન્યા છત્તીસગઢના નવા મુખ્યમંત્રી, ભાજપની ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય

ABOUT THE AUTHOR

...view details