નવી દિલ્હીઃ હરદીપ સિંઘ નિજ્જરની હત્યા બે મહિના અગાઉ કેનેડામાં થઈ હતી. ગુરૂદ્વારાના પાર્કિંગ વિસ્તારમાં તેના પર ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં નિજ્જરનું મૃત્યુ થયું હતું. આ ઘટનાને પરિણામે ભારત અને કેનેડા વચ્ચે મનદુઃખ થયું છે. ભારતે કેનેડાના વડાપ્રધાનના નિવેદનના જવાબમાં દરેક આરોપોનો ઈન્કાર કર્યો છે.
સમગ્ર શીખ સમુદાયમાં સન્નાટોઃ હરદીપ સિંઘ નિજ્જર શીખો માટે અલગ પ્રદેશ, ખાલીસ્તાન બને તે ચળવળનો પ્રમુખ ચહેરો હતો. તેના મૃત્યુથી શીખ સમુદાયમાં સન્નાટો વ્યાપી ગયો છે. શીખો માટે ન્યાય માંગતા સમુદાયો સુન્ન પડી ગયા છે.
વાનકુંવરના ગુરૂદ્વારાનો પ્રમુખઃ નિજ્જરનો પ્લ્મબિંગનો વ્યવસાય હતો. તે વાનકુંવર સ્થિત ગુરૂદ્વારામાં પ્રમુખ પણ હતો. 2016માં વાનકુંવર સનમાં નિજ્જરનો ઈન્ટરવ્યૂ પ્રકાશિત થયો હતો. ત્યાર બાદ ભારતીય મીડિયાએ તેને આતંકવાદી સમૂહનો પ્રમુખ હોવાના રિપોર્ટ છાપ્યા હતા.
કેનેડીયન મીડિયા દ્વારા ઈન્ટરવ્યૂઃ નિજ્જરે ઈન્ટરવ્યૂમાં પોતાને મહેનતકશ નાગરિક ગણાવ્યો હતો. તેણે પોતે પ્લમ્બર હોવાનું જણાવ્યું હતું. તેની હત્યા બાદ વર્લ્ડ શીખ ઓર્ગેનાઈઝેશન ઓફ કેનેડાએ નિજ્જર ભારતમાં ખાલીસ્તાની સમર્થકો પર કરવામાં આવતા અત્યાચારો વિરૂદ્ધ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરતો હોવાનું જણાવ્યું હતું.
નિજ્જર ભારતમાં વોન્ટેડઃ ઓથોરિટીઝે તેણે 2020માં આતંકવાદી જાહેર કર્યો હતો. 2016માં ભારતીય મીડિયાએ પંજાબમાં શીખ બહુમતિ વિસ્તારમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં નિજ્જરને માસ્ટર માઈન્ડ ગણાવ્યો હતો. તે વાનકુંવરના દક્ષિણ વિસ્તારમાં આતંકવાદીઓને તાલીમ આપતો હોવાનો પણ ભારતે આરોપ કર્યો છે. જો કે નિજ્જરે આ દરેક આરોપો માનવાનો ઈન્કાર કર્યો હતો.
1984માં ઈન્દિરા ગાંધીની હત્યા બાદ હુલ્લડોઃ 1940થી શીખ સ્વતંત્રતાની ચળવળ ચાલી રહી છે, પણ 1984માં ઈન્દિરા ગાંધી પર થયેલા સશસ્ત્ર હુમલાએ સમગ્ર દેશને હચમચાવી મુક્યો હતો. ઈન્દિરા ગાંધીએ ચળવળમાં સામેલ એવા શીખ સમુદાય વિસ્તારમાં રેડ કરાવી હતી. તેના બદલા રૂપે ઈન્દિરા ગાંધીના શીખ બોડીગાર્ડ દ્વારા તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ સમગ્ર દેશમાં શીખ વિરોધી હુલ્લડો ફાટી નીકળ્યા હતા. શીખોને તેમના ઘરોમાંથી બહા કાઢીને તેમની હત્યા કરવામાં આવી હતી.
કેનેડીયન પોલીસનો રિપોર્ટઃ કેનેડીયન પોલીસે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે બ્રિટિશ કોલમ્બિયા સ્થિત ગુરૂદ્વારા કે જેમાં તે પ્રમુખ પદ પર હતો. આ ગુરૂદ્વારાના પાર્કિંગમાં નિજ્જર પર ઘાતક ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં તેનું શરીર ચારણી થઈ ગયું અને તે સ્થળ પર જ ઢળી પડ્યો હતો.
ગુરપતવંત સિંઘનું નિવેદનઃ નિજ્જરની હત્યા બાદ શીખ ફોર જસ્ટિસના પ્રવક્તા અને વકીલ એવા ગુરપતવંત સિંઘ પાનુને નિજ્જર એક્ટિવિસ્ટ હોવાને કારણે તેને ટારગેટ કર્યો હોવાનું જણાવ્યું હતું. કેનેડામાં રહેલા શીખ સમુદાયમાં આ બીજા દિગ્ગજ નેતાની હત્યા હતી. ગુરપતવંત જણાવે છે કે નિજ્જરની હત્યા થઈ તે દિવસે તેણે નિજ્જર સાથે ફોન પર વાત કરી હતી. જેમાં નિજ્જરે જણાવ્યું હતું કે કેનેડા ઈન્ટેલિજન્સે તેના પર ઘાતક હુમલો થશે તેવી ચેતવણી આપી હતી.
ઈન્ડિયન એમ્બેસી સમક્ષ દેખાવોઃ નિજ્જરની હત્યા બાદ શીખ સમુદાયે વાનકુંવરમાં ભારતીય દૂતાવાસ સમક્ષ રેલી કાઢી હતી. તેના સમર્થકો માને છે કે અલગ શીખ રાજ્યની માંગણી મુદ્દે તેની હત્યા કરવામાં આવી છે.
કેનેડા સાંસદની પ્રતિક્રિયાઃ બ્રિટિશ કોલમ્બિયા સ્થિત ગુરૂદ્વારા કાઉન્સિલના પ્રવક્તા મનિન્દર સિંઘે કહ્યું કે, નિજ્જરની હત્યા સંદર્ભે કેનેડા તેના પરિવારની સાથે છે અને નિજ્જરનું શીખ સમુદાયમાં જે કદ હતું તેના લીધે તેની હત્યા કરવામાં આવી છે. સુરે પંથકના સાંસદ સુખ ધાલિવાલે કહ્યું કે નિજ્જરની હત્યાથી સમગ્ર સમુદાય હચમચી ગયો છે. દરેક જણ શોકગ્રસ્ત છે.
- India Canada Issue: નિજ્જર હત્યા મુદ્દે કેનેડાના વડાપ્રધાનના નિવેદનનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ, દિગ્ગજ કેનેડીયન રાજદ્વારીને ભારત છોડવાનો આદેશ
- ટ્રૂડો 2.0: ભારત-કેનેડા સંબંધોમાં ખેંચતાણ યથાવત્ રહેવાના સંકેત