જીનીવાવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ(World Health Organization) ભલામણ કરી છે કે નોઈડા સ્થિત કંપની મેરિયન બાયોટેકે બનાવેલી બે કફ સિરપ ઉઝબેકિસ્તાનના બાળકો માટે યોગ્ય નથી. તેથી ઉપયોગમાં લેવી જોઈએ નહીં. બુધવારે WHOએ માહિતી આપી હતી કે મેરિયન બાયોટેકે તૈયાર કરેલી "સબસ્ટાન્ડર્ડ મેડિકલ પ્રોડક્ટ્સ"ની ગુણવત્તા સારી નથી. ભારતીય મૂળની બે કફ સિરપ એમ્બ્રોનોલ સીરપ અને ડીઓકે બાળકોની સારવારમાં નિષ્ફળ સાબિત થઈ છે.
આ પણ વાંચો મહામારીના માર પર આર્થિક માર, કોરોના મેડિકલ ગેજેટ થયું મોંઘું
જાહેર કરી ચેતવણીઃ તારીખ 22 ડિસેમ્બર 2022ના રોજ WHOને જાણ કરવામાં આવી હતી. સબસ્ટાન્ડર્ડ મેડિકલ પ્રોડક્ટ્સ એવા ઉત્પાદનો છે. જે ગુણવત્તાના ધોરણો અથવા વિશિષ્ટતાઓને પૂર્ણ કરવામાં સફળ થયા નથી. જો આ સિરપ લેવામાં આવે તો મોટું નુકસાન થઇ શકે છે. આ માહિતી WHO તેની વેબસાઈટ પર જાહેર કરી છે.
ઉત્પાદનોની ગુણવત્તાઃબે ઉત્પાદનો એમ્બ્રોનોલ સીરપ અને DOK-1 મેક્સ બાળકો માટેની સીરપ છે. બંને ઉત્પાદનોના નિર્માતા MARION BIOTECH PVT. LTD,છે. આ સિરપ ઉત્તર પ્રદેશમાં તૈયાર થઈ રહી છે. ઉત્પાદકે આ સિરપને લઇને ખાતરી આપી નથી. આ તમામ માહિતી એટલે આપવામાં આવી છે કેમકે ઉઝબેકિસ્તાનથી કફ સિરપ ખાવાથી બાળકોના મૃત્યુના અહેવાલો સામે આવ્યા છે.
આરોગ્ય મંત્રાલયનું નિવેદનઃ WHO ઉઝબેકિસ્તાનના આરોગ્ય મંત્રાલયની (Ministry of Health of Uzbekistan) રાષ્ટ્રીય ગુણવત્તા નિયંત્રણ પ્રયોગશાળાઓ દ્વારા હાથ ધરવામાં આવેલા કફ સિરપના નમૂનાઓના પરીક્ષણ કરવામાં આવ્યા હતા.જેમાં જાણવા મળ્યું કે બંને ઉત્પાદનોમાં અમુક વધુ પડતી માત્રામાં ડાયેથિલિન ગ્લાયકોલ અને અથવા ઇથિલિન ગ્લાયકોલ દૂષકો તરીકે છે. જે યોગ્ય નથી. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનૂસાર આ સિરપ બાળકોના મોતનું કારણ બની શકે છે. બાળકોને માઠી કરે છે.
આ પણ વાંચો ઉઝ્બેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાયલનો દાવો, ભારતીય કફ સિરપ પીવાથી 18 બાળકોના મોત
આરોપ લગાવ્યોતારીખ 22 ડિસેમ્બરના રોજ ઉઝબેકિસ્તાને આરોપ લગાવ્યો હતો કે મેરિયન બાયોટેક કંપની દ્વારા ઉત્પાદિત દવાઓ ખાવાથી ઘણા બાળકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશના ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગે ઉઝબેકિસ્તાનમાં 18 બાળકોના મૃત્યુ સાથે સંકળાયેલ મેરિયન બાયોટેક કંપનીનું ઉત્પાદન લાયસન્સ સસ્પેન્ડ કર્યું હતું. ગયા મહિને, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ માહિતી આપી હતી કે કફ સિરપ ડોક1 મેક્સમાં દૂષણના અહેવાલોને ધ્યાનમાં રાખીને નોઇડા સ્થિત ફાર્મા કંપનીની તમામ ઉત્પાદન પ્રવૃત્તિઓ બંધ કરી દેવામાં આવી છે.