જિનેવા: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના (World Health Organization) વડાએ બુધવારે સલાહ આપી હતી કે, જે પુરુષોને મંકીપોક્સ થવાનું જોખમ હોય તેમણે જાતીય ભાગીદારોની સંખ્યાને "અત્યાર સુધી" મર્યાદિત કરવાનું વિચારવું જોઈએ. યુનાઈટેડ નેશન્સ એજન્સી (United Nations Agency) WHO એ તાજેતરમાં ઘણા દેશોમાં મંકીપોક્સના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને વૈશ્વિક કટોકટી જાહેર કરી છે.
આ પણ વાંચો:દિલ્હીની AIIMSમાં પણ થઈ શકશે મંકીપોક્સની તપાસ, તમામ જરૂરી સાધનો પહોંચ્યા
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન :વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે જણાવ્યું હતું કે, મેમાં મંકીપોક્સનો પ્રકોપ શરૂ થયો ત્યારથી, તેનાથી સંક્રમિત 98 ટકા લોકો 'ગે', 'બાયસેક્સ્યુઅલ' અને અન્ય પુરુષો છે, જેઓ પુરુષો સાથે શારીરિક સંબંધો ધરાવે છે. તેમણે ડેન્જર ઝોનમાં આવતા લોકોને પોતાની સુરક્ષા માટે પગલાં ભરવાની અપીલ કરી છે.
આ પણ વાંચો:ચૂંટણી પંચનું મોટું પગલું, વોટર IDને લઈને યુવાનો માટે ખુશખબર
શારીરિક સંપર્ક ધરાવતા મેળાવડા ટાળવા જોઈએ :વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ચીફે કહ્યું કે, આનો અર્થ એ છે કે, જે પુરૂષો સાથે સેક્સ કરે છે તેઓએ પોતાના અને અન્ય લોકો માટે સુરક્ષિત પસંદગી કરવી જોઈએ. આમાં તે સમય માટે જાતીય ભાગીદારોની સંખ્યા ઘટાડવાનો સમાવેશ થાય છે. ટેડ્રોસે કહ્યું કે, સંક્રમિત વ્યક્તિઓને અલગ રાખવા જોઈએ, શારીરિક સંપર્ક ધરાવતા મેળાવડા ટાળવા જોઈએ.